શરૂ થઈ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી 'અંત્યોદય એક્સપ્રેસ', આ સુવિધાઓથી છે સજ્જ
કોચને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે જેમાં ઉભા રહીને પ્રવાસ કરનારાઓ માટે પણ અનુકૂળતા રહેશે. ટ્રેનની અંદર અવરજવર માટે ગલીઓ છે. આવા કોચ અત્યાર સુધી રાજધાની અને શતાબ્દી ટ્રેનોમાં જ હતા. ખાસ વાત એ છે કે, કોચની દીવાલ એવી રીતે બનાવવામાં આવી છે કે તેના પર કંઈ લખી કે કોતરી નહીં શકે. તમને જણાવીએ કે, લોકો ટ્રેનના વોશરૂમ અને અન્ય જગ્યાએ ગંદી ગાળો અને અશ્લીલ વાતો લખતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિષ્ણાંતોનું કહેવું છે કે, આ ટ્રેનને ખૂબ જ આરામદાયક બનાવવામાં આવી છે. ટ્રેનની ગતિ પકડવા પર બિલકુલ ઓછા ઝાટકા અનુભવાશે, દુર્ઘટના થવા પર પ્રવાસીઓને ઓછું નુકસાન થશે. કોચોમાં સામાન રાખવા માટે રેક્સ બનાવવામાં આવ્યા છે, જ્યાં સામાનને પણ કોઈ નુકસાન નહીં થાય.
અંત્યોદય અક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન કરતાં રેલવેમંત્રીએ કહ્યું કે, દેશની પ્રતમ અંત્યોદય અક્સપ્રેસ ટ્રેન પાટા પર ચડી ગઈ છે. ટૂંકમાં જ તેજસ અને ઉદય એક્સપ્રેસ ટ્રેન પણ શરૂ કરવામાં આવશે. અંત્યોદય એક્સપ્રેસ ટ્રેન લાંબા અંતરની, સંપૂર્ણ અનરિઝર્વ્ડ, સુપરફાસ્ટ ટ્રેન છે. જેને સામાન્ય લોકો માટે સૌથી વ્યસ્ત રેલવેમાર્ગ પર શરૂ કરવામાં આવી છે.
મીડિયા અહેવાલ અનુસાર ગતિના મામલે રાજધાના એક્સપ્રેસ કરતાં પણ વધારે ફાસ્ટ હશે. અંત્યોદય એક્સપ્રેસ 130 કિમીની ઝડપે દોડશે. 22 ડબ્બાવાળી આ ટ્રેન 2307 કિલોમીટરનું અંતર 37 કલાકમાં કાપશે. તેનું બેસ ભાડું મેલ-એક્સપ્લેસ કરતાં 15 ટકા વધારે હશે. ટ્રેન સંપૂર્ણ રીતે અનરિઝર્વ્ડ હશે.
નવી દિલ્હીઃ સોમવારે પ્રથમ અંત્યોદય એક્સપ્રેસ ટ્રેન પાટા પર ચડી ગઈ. રેલવેમંત્રી સુરેશ પ્રભુએ રેલવે ભવનથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રથમ અંત્યોદય ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી. કોચ્ચિના કર્નાકુલમ સ્ટેશનથી હાવડા સ્ટેશનની વચ્ચે શરૂ થયેલ આ ટ્રેન દેશની પ્રથમ એવી સુપરફાસ્ટ ટ્રેન છે જે સંપૂર્ણ રીતે અનરિઝર્વ્ડ ક્લાસમાં આવે છે. મીડિયા અહેવાલ અનુસાર આ નવી ટ્રેન ઝડપના મામલે રાજધાનાની પણ પાછળ છોડી દેશે. અંત્યોદય એક્સપ્રેસ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. તેનું શરૂઆતનું ભાડું મેલ-એક્સપ્રેસ ટ્રેન કરતાં માત્ર 15 ટકા વધારે હશે.
બિલકુલ નવી ક્લાકની આ ટ્રેનમાં અનેક સુવિધાઓ આપવામાં આવી છે, જેમાં સામાન રાખવા માટે ગાદીવાળી રેક છે જેને સીટની જેમ જ ઉપયોગ કરી શકાશે. આ આરામદાયક અને સુરક્ષિ છે, પાણી, મોબાઈલ ચાર્જિંગ સુવિધા, મોડ્યૂલર શૌચાલય, શૌચાલયનો ઉપયોગ કરવા પર આપતી જાણકારીનું ડિસ્પ્લે, એલઈડી લાઈટ સામેલ છે. દરેક કોચમાં આરઓ લાગેલ હશે. દરેક જગ્યાએ એલઈડી લાઈટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -