100 રૂપિયાની નવી નોટ બજારમાં આવતા પહેલા સામે આવી આ મુશ્કેલી
નવી દિલ્હીઃ નવેમ્બર 2016માં થયેલ નોટબંધી બાર આરબીઆઈ તરફથી 10, 50, 200, 500 અને 2000ની નવી નોટ જારી કર્યા બાદ હવે 100 રૂપિયાની નવી નોટ જારી કરવામાં આવી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવી 100 રૂપિયાની નોટ જારી કરવા માટે અંદાજે 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીએટીએમઆઈના ડાયરેક્ટર તથા એફએસએસના અધ્યક્ષ વી. બાલાસુબ્રમણ્યમે કહ્યું કે, 100 રૂપિયાની જૂની અને નવી નોટ બન્ને એક સાથે બજારમાં રહેવાથી અનેક પડકારો સામે આવશે. હિટાચી પેમેન્ટ સર્વિસીસના એમડી લોની એન્ટોનીએ કહ્યું કે, 100 રૂપિયાની નવી નોટ અનુસાર એટીએમ મશીનોને અનુકૂળ બનાવવામાં 12 મહિના લાગસે અને તેની પાછળ 100 કરોડ રૂપિયા ખર્ચ થશે.
એટીએમ ઓપરેશન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કહેવામાં આવ્યું છે કે, દેશમાં લગભગ 2.4 લાખ એટીએમ મશીન છે. એટીએમ ઓપરેશન સંગઠન સીએટીએમઆઈએ કહ્યું કે, 100 રૂપિયાની નવી નોટ સામે અનેક પડકારો છે. તેણે કહ્યું કે, 200 રૂપિયાની નોટ માટે એટીએમ મશીનો અનુકૂળ કરવાનું કામ પજુ પૂરું પણ નથી થયું. એવામાં 100 રૂપિયાની નવી નોટ માટે એટીએમને અનુકૂળ બનાવવાનું કામ સમયસર નહીં થઈ શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -