ડિજીટલ પેમેન્ટ લેનારા વેપારીઓને આપી સરકારે રાહત, જાણો કેટલો ભરવો પડશે ટેક્સ
તેનાથી નાના વેપારીઓ અને ઉદ્યોગોને ડિજિટલ પદ્ઘતિથી ચુકવણી સ્વીકારવા માટે પ્રોત્સાહન મળશે. ટેકસ વિભાગે કહ્યું છે કે, આવકવેરા ધારાના સેકશન 44AD હેઠળ રોકડ દ્વારા મેળવાયેલા કુલ ટર્નઓવર અથવા કુલ આવક પર આઠ ટકાના દરે નફાની ગણતરી ચાલુ રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેચાણના જે હિસ્સા માટે રોકડમાં પેમેન્ટ સ્વીકારાયું હશે તેના માટે નફાનો દર ૮ ટકા ગણાશે અને તે મુજબ ઊંચો ટેકસ વસૂલવામાં આવશે. સીબીડીટીએ જણાવાયું હતું કે, કેશલેસ અર્થતંત્ર બનાવવાના સરકારના મિશન માટે આ પ્રોત્સાહક જાહેરાત કરવામાં આવી છે.
સીબીડીટીએ જણાવ્યું હતું કે, હવે આવકવેરા ધારાના સેકશન 44AD હેઠળ આવતા બિઝનેસ માટે બેન્કિંગ ચેનલ કે ડિજિટલ પદ્ઘતિથી ચુકવણી સ્વીકારવામાં આવશે તો નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં નફાનો દર કુલ ટર્નઓવરના ૮ ટકાના બદલે ૬ ટકા ગણવામાં આવશે. જે વેચાણ માટે ડિજિટલી પેમેન્ટ સ્વીકારવામાં આવશે તેમાં નફાનો દર ૬ ટકા ગણીને તે મુજબ ટેકસ વસૂલાશે.
નવી દિલ્હી: ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકારે જાહેરાત કરી છે કે, બે કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓ અને ઉદ્યોગો બેન્કિંગ અથવા ડિજિટલ પદ્ઘતિથી ચુકવણી સ્વીકારશે તો તેમણે ઓછો ટેકસ ભરવો પડશે.
હાલના કાયદા પ્રમાણે વ્યકિતઓ, એચયુએફ અથવા પાર્ટનરશિપ કંપની (એલએલપી સિવાયની)ના બિઝનેસનું વાર્ષિક ટર્નઓવર બે કરોડ રૂપિયાથી ઓછું હોય તો ટર્નઓવરના ૮ ટકા લેખે નફાની ગણતરી કરીને તે મુજબ ટેકસ વસુલવામાં આવે છે. નાના કરદાતાઓ માટે આ પૂર્વધારણા આધારિત ટેકસ પદ્ઘતિ છે જેમાં તેમણે વિગતવાર હિસાબો રાખવાની જરૂર રહેતી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -