હવે BHIM એપની મદદથી બુક કરાવી શકાશે રેલવે ટિકિટ, સરકાર ફ્રીમાં આપશે સુવિધા
રેલવેએ કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ટિકિટ ખરીદ્યા બાદ રૂપિયા ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા પર આગામી 3 મહિના સુધી કોઈ વધારાનો ચાર્જ નહીં લે. આ દરમિયાન રેલવે મંત્રાલય ટ્રાન્ઝેક્શન પર લોકોના રિસ્પોન્સ પર નજર રાખશે અને જો કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં ઉછાળો આવશે તો આગળ પણ જારી રાખશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમના જણાવ્યાનુસાર ભારતમાં રોજ અંદાજે 15 લાખ રિઝર્વેશન ટિકિટ બુક કરવામાં આવે છે. તેમાંથી અંદાજે 6 લાખ ટિકિટ પીઆરએસ કાઉન્ટર્સ પરથી બુક કરવામાં આવે છે આ તમામ બુથ પર ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવાની વ્યવસ્થા છે પરંતુ મોટાભાગના લોકો રોકડમાં જ પેમેન્ટ કરે છે. એવામાં રેલવેએ ભીમ એપની મદદ લેવાનું શરૂ કર્યું છે.
રેલવે બોર્ડના મેમ્બર ટ્રાફિક મોહમ્મદ જમશેદે આ વાતની જાણકારી આપતા કહ્યું કે, દેશભરના 3000થી વધારે રેલવે રિઝર્વેશન કેન્દ્ર એટલે કે પીઆરએસ કાઉન્ટર્સ પર ભીમ એપ દ્વારા કેશલેસ પેમેન્ટની વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે. રેલવે અનુસાર નોટબંધી પહેલા અંદાજે 58 ટકા રિઝર્વ ટિકિટ ઓનલાઈન બુક થતી હતી. ઓક્ટોબર 2016 બાદથી આ સંખ્યા વધીને 70 ટકા થઈ ગઈ છે. એવામાં આ સંખ્યા 12 ટકા વધી છે.
નવી દિલ્હીઃ રેલવેએ 1 ડિસેમ્બરથી નવી સુવિધા શરૂ કરી છે. આજથી તમે ભીપ એપ દ્વારા રેલવે ટિકિટ બુક કરાવી શકો છો. આ સુવિધા દેશના તમામ રિઝર્વેશન કેન્દ્રો પર લાગુ થશે. મોદી સરકાર કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા પર ભાર મુકી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -