પ્રવાસીઓની ટિકિટ કેન્સલેશનમાંથી રેલવેએ કરી તગડી કમાણી
આરટીઆઈથી મળેલી જાણકારી અનુસાર અનારાક્ષિત ટિકિટ સિસ્ટમ (યૂટીએસ) અંતર્ગત બુક કરવામાં આવેલ ટિકિટને કેન્સલ કરવાથી રેલવેને નાણાંકીય વર્ષ 2012-13માં 12.98 કરોડ રૂપિયા, 2013-14માં 15.74 કરોડ રૂપિયા, 2014-15માં 14.72 કરોડ રૂપિયા, 2015-16માં 17.23 કરોડ રૂપિયા અને 2016-17માં 17.87 કરોડ રૂપિયાની આવક થઈ હતી.
મધ્યપ્રદેશા નીમચના રહેવાસી સામાજિક કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે પીટીઆઈને જણાવ્યું કે, તેમણે રેલવે મંત્રાલયના રેલવે સૂચના પ્રણાલી કેન્દ્ર તરફથી માહિતી અધિકાર હેઠળ આ જાણકારી મળી છે. આરટીઆઈમાં જાણવા મળ્યું કે, નાણાંકીય વર્ષ 2015-16માં રેલવેએ ટિકિટ કેન્સલેશન ચાર્જ તરીકે 11.23 અબજ રૂપિયા, 2014-15માં 908 કરોડ રૂપિયા અને 2013-14માં 938 કરોડ રૂપિયાની આવક થઈ હતી.
નવી દિલ્હીઃ રેલવેએ ટિકિટના વેચાણની સાથે પ્રવાસીઓની વિનંદી પર રિઝર્વ ટિકિટ કેન્સલ કરવાથી પણ તગડી કમાણી કરી છે. રિઝર્વ ટિકિટ કેન્સલ કર્યા બાદ મૂળ ટિકિટની રકમમાંથી અમુક રકમ કેન્સલેશન ચાર્જ તરીકે કાપવામાં આવે છે. આ કાપવામાં આવાત ચાર્જથી રેલવેની આવક વર્ષ 2016-17માં વિતેલા વર્ષની તુલનામાં 25.29 ટકાથી વધીને 1407 કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે.