10 મહિનાની નીચલા સ્તરે પહોંચ્યું સોનું, જાણો શું છે સોનાનો ભાવ?
નવી દિલ્હી : સોનાની કિંમત હાલ સ્થાનિક બજારોમાં 6 મહિનાના નિચલા સ્તર પર છે. નોટબંધી બાદ દેશમાં સર્જાયેલ કેશની સમસ્યાનાં કારણએ સમગ્ર દેશમાં સોનાની માંગમાં 80 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ વૈશ્વિક શેર બજારમાં સુધારાનાં કારણે પણ સોનાની કિંમતમાં સતત ઘટાડો જોવાઇ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેપારીઓનું કહેવું છે કે સોનાનાં મુદ્દે વૈશ્વિક વલણમાં ભારતનો રોલ ખુબ મહત્વનો છે. આ કારણે જ જો કેશ ક્રાઇસિસ આગળ એક મહિના સુધી રહી તો સોનાની કિંમતમાં 26 હજારની નીચે આવી શકે છે. તેમાં યુએસ ફેડરલ રિઝર્વનો નિર્ણય પણ મહત્વનો ભાગ ભજવશે. સર્રાફા ટ્રેડર્સ કમિટીનાં અધ્યક્ષ કૈલાશ મિત્તલે જણાવ્યું ગે ગત્ત 30 દિવસોથી બજારમાં રોકડ બિલ્કુલ નથી. માંગ એટલી ઘટી ગઇ છે કે વેપાર 80 ટકા સુધી ઘટી ગયો છે.
બીજી તરફ વૈશ્વિક વલણ પણ ઘટી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ખાસ કરીને સોનાનાં મુદ્દે વૈશ્વિક વલણમાં ભારતનો રોલ મહત્વનો હોય છે. જો આવું જ ચાલ્યા કર્યું તો સોનાની કિંમત 26 હજાર રૂપિયા સુધી ઘટી શકે છે. આગામી ત્રણ મહિના સુધી સોનામાં સુસ્તી જોવા મળશે. અત્યાર સુધીમાં સોનામાં 15 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. જેની પાછળનું મોટુ કારણ કેશનું સર્કુલેશન છે.
ઉલ્લેખનીય છે કે સોનાનો ભાવ આજે 130 રૂપિયાના ઘટાડાની સાથે 10 મહીનાના નીચલા સ્તરે રહીને 28,580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું છે. જ્યારે ચાંદી 250 રૂપિયા વધીને 41,850 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -