હવે દૂધ-દહીં-પનીર લઈને આવ્યા રામદેવ, પતંજલિની 5 નવી પ્રોડક્ટ લોન્ચ
નવી દિલ્હીઃ યોગગુરુ બાબા રામદેવની સંસ્થા પતંજલિ સતત પોતાની પ્રોડક્ટ્સ વધારી રહી છે. ગુરુવારથી પતંજલિ હવે દૂધ, દહીં, છાશ અને પનીર ઉદ્યોગમાં પણ ઝંપલાવી રહી છે. રામદેવ ગુરુવારે નવી દિલ્હી ખાતે તાલકટોરા સ્ટેડિયમમાં તેની જાહેરાત કરી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોન્ચ દરમિયાન રામદેવે કહ્યું કે, બીકાનેર અને શેખાવાટી ક્ષેત્રમાંથી દૂળ મેળવવામાં આવી રહ્યું છે. અમે અહીંના ખેડૂતો પાસેથી દૂધ મેળવી રહ્યા છે. તેમણે કહ્યું કે, પતંજલિ ગાયનું શુદ્ધ દૂધ 40 રૂપિયા પ્રતિ લિટરે મળશે. શુક્રવારથી જ 4 લાખ લિટર દૂધ બજારમાં ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે, તેનાથી અંદાજે 20 હજાર લોકોને રોજગાર મળશે.
યોગગુરુ રામદેવે પતંજલિન કુલ પાંચ નવી પ્રોડક્ટ લોન્ચ કરી. રામદેવે આ અવસર પર જાહેરાત કરી કે આ વર્ષે દિવાળી સુધીમાં પતંજલિના કપડાની પ્રોડક્ટ લોન્ચ કરશે. તેણે કહ્યું કે, કપડામાં જીન્સ, શર્ટ, પેન્ટ, કુર્તા, સાડી, જૂતા, ચપ્પલ બધુ જ મળશે. જણાવીએ કે, રામદેવની કંપની પતંજિલ આ પહેલા રિટેલ, ઘરેુલ સમાનના ઉદ્યોગમાં પોતાનો દબદબો જમાવી ચૂકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -