✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

RBIએ 200 રૂપિયાની નોટને લઈને બેંકોને આપ્યો મહત્ત્વનો નિર્દેશ, જાણો શું કહ્યું...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Jan 2018 11:14 AM (IST)
1

એટીએમ બનાવતી તથા આ સંબંધિત સેવાઓ આપતી કંપની એનસીઆર કોર્પોરેશન ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર નવરોજ દસ્તૂરે કહ્યું કે, અમે ઈટેણને વ્યવસ્થિ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેના માટે એક એન્જિનિયરે દરેક મશીન પર જવું પડશે.

2

મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તમામ બેંકો અને એટીએમ મેન્યુફેક્ચરર્સને કહ્યું કે, તે ઝડપથી 200 રૂપિયાની નોટ માટે એટીએમમાં ફેરફાર કરે. આ આદેશને સંપૂર્ણ રીતેલાગુ થવામાં પાંચથી 6 મહિનાનો સમય લાગી શકે છે. હાલમાં એટીએમમાંથી 200 રૂપિયાની નોટ નથી નીકળતી, માત્ર 2000, 500 અને 100 રૂપિયાની નોટ નીકળે છે. RBIના આદેશ પર અમલ કરવા માટે બેંકિંગ ઈન્ડસ્ટ્રીને 100-120 કરોડ રૂપિયાથી વધુ રકમ ખર્ચ કરવો પડી શકે છે.

3

બેંકોએ 200 રૂપિયા નવી બેંકનોટ માટે એટીએમ મશીનોને રિકેલીબરેશન કરવાનું શરૂ કરી દીધું છે. ઉદ્યોગ જગતના નિષ્ણાંતો અનુસાર, આ પ્રક્રિયામાં બેંકોને 100-120 કરોડ રૂપિયાનો ખર્ચ ઉઠાવો પડી શકે છે. દેશમાં અંદાજે 2.4 લાખ એટીએમ મશીનો છે. જેમાંથી અંદાજે 30 હજાર રિસાઈક્લર મશીનો પણ સામેલ છે. રિસાઈક્લર મશીનો રૂપિયા આપવા અને રૂપિયા જમા કરાવવામાં પણ સક્ષમ છે. 200 રૂપિયાની નોટ ઓગસ્ટમાં રજૂ કરવામાં આવી હતી.

4

આ આદેશથી વાકેફ એક બેંકરે નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે, “RBIએ બેકોને ATM મેન્યુફેક્ચરર્સને કહ્યું કે તે તેઓ જલદી 200 રૂપિયાની નોટ માટે ATMમાં બદલાવ કરે. અમે 2000 રૂપિયાની નોટની સાથે 200 રૂપિયાની નોટની પણ જરૂરી છે.” તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટને સંપૂર્ણ રીતે લાગુ કરવામાં 5-6 મહિના લાગી શકે છે.

  • હોમ
  • બિઝનેસ
  • RBIએ 200 રૂપિયાની નોટને લઈને બેંકોને આપ્યો મહત્ત્વનો નિર્દેશ, જાણો શું કહ્યું...
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.