2000 બાદ હવે આવશે 200 રૂપિયાની નવી નોટ, હશે નવા સિક્યૂરિટી ફીચર
અધિકારીઓ અનુસાર, દેશમાં ઉચ્ચ મૂલ્યની કરન્સી નોટની ડિઝાઈનમાં લાંબા સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. 1000 રૂપિયાની નોટ વર્ષ 2000માં આવી હતી અને ત્યાર બાદ નોટમાં કોઈ મુખ્ય ફેરફાર કરવામાં આવ્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App1987માં 500 રૂપિયાની નોટમાં 10 વર્ષ પહેલા થોડા ફેરફાર કરવામાં આવ્યા હતા. નવી લોન્ચ થયેલ નોટમાં પણ કોઈ વધારાના સુરક્ષા ફીચર નથી અને તેના સુરક્ષા ફીચરની વાત કરીએ તો તે જૂની 1000 અને 500ની નોટ જેવા જ છે.
200 રૂપિયાની નોટમાં નવા સિક્યૂરિટી ફીચર્સ હશે જેથી તેની નકલ ન થઈ શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર 200 રૂપિયાની સાથે 1000 અને 100 રૂપિયાની નોટ છાપવાની દરખાસ્ત પણ બોર્ડે કરી છે.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) 2000 બાદ હવે 200 રૂપિયાની નોટ છાપવાની તૈયારીમાં છે. સૂત્રો અનુસાર આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે 200 રૂપિયાની નોટ છાપવાની ભલામણ ને મંજૂરી આપી દીધી છે.
નોંધનીય છે કે નોટબંધી બાદ ઇન્ડસ્ટ્રી ચેમ્બર ઓલ ઇન્ડિયા એસોસિયેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝે (AIAI) મોદી સરકારને 200 રૂપિયાની નોટ બહાર પાડવા અનુરોધ કર્યો હતો. નોટબંધી પાછળનું ભેજું ગણાતા પૂણે સ્થિત અર્થક્રાંતિ પ્રતિષ્ઠાનના અનિલ બોકિલે પણ ગયા મહિને જણાવ્યું હતું કે સરકાર હાલમાં ચાલી રહેલી ડિમોનેટાઇઝેશનની પ્રોસેસના ભાગરૂપે 200 રૂપિયાની નોટ બહાર પાડવા વિચારી રહી છે.
સૂત્રો અનુસાર નકલી નોટ પર અંકુશ લાવવા માટે દર 3-4 વર્ષમાં નોટના સિક્યૂરિટી ફીચર બદલવાની પણ તૈયારી છે. વરિષ્ઠ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે, મોટા ભાગના વિકસિત દેશમાં કરન્સી નોટના સિક્યોરિટી ફીચર્સ દર ત્રણ-ચાર વર્ષમાં બદલી નાંખવામાં આવે છે. ભારત માટે આ નીતિ અપનાવવી જરૂરી છે. આ બેઠકમાં કૃહ સચિવ રાજીવ મહર્ષિ ઉપરાંત નામાં અને ગૃહ મંત્રાલયના અન્ય ઉચ્ચ અધિકારી સામેલ થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -