SBIએ બેસ રેટમાં કર્યો 0.15 ટકાનો ઘટાડો, જૂના ગ્રાહકોને મળશે ફાયદો
કર્મચારીઓ સ્કીમ હેઠળ VRS માટે 5 એપ્રિલ સુધી અરજી કરી શકશે. મર્જર બાદ SBIના કર્મચારીઓની સંખ્યા 2,70,011 થઇ ગઇ છે, જેમાંથી 69,191 કર્મચારી 5 સહયોગી બેન્ક અને ભારતીય મહિલા બેન્કના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેન્ક ગયા વર્ષે એપ્રિલથી MCLR સિસ્ટમ હેઠળ લોન આપી રહી છે. તે પહેલા બેઝ રેટ સિસ્ટમ લાગુ હતી. એસબીઆઇની માત્ર 15% હોમલોન MCLR સાથે જોડાયેલી છે. બાકીની 85% હોમલોન બેઝ રેટ પર આધારિત છે. બેન્કની કુલ લોનમાંથી 40% MCLR અને 60% બેઝ રેટ સાથે જોડાયેલી છે. એસબીઆઇના 2015-16ના વાર્ષિક રિપોર્ટ મુજબ તેનો હોમલોન પોર્ટફોલિયો 1,90,522 કરોડ રૂપિયાનો હતો. તમામ બેન્કોની હોમલોનમાં તેનો હિસ્સો અંદાજે 26% હતો. બેંકના નિર્ણયથી મોટી સંખ્યામાં ગ્રાહકોને ફાયદો થશે.
એક એપ્રિલ, 2016થી જે લોકોએ એસબીઆઈમાંથી હોમ લોન અથવા અન્ય લોન લીધી છે તેને બેસ રેટ ઘટવાનો ફાયદો થશે. બેન્કે MCLR (માર્જિલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટ)માં કોઇ ફેરફાર કર્યો નથી. એક વર્ષનો MCLR 8% અને બે વર્ષનો 8.1% છે.
SBIમાંતેની 5 સહયોગી બેન્કોના મર્જર બાદ અત્યાર સુધીમાં તે બેન્કોના માત્ર 2,800 કર્મચારીએ સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ યોજના (VRS) માટે અરજી કરી છે. સહયોગી બેન્કોમાં અંદાજે 12,500 કર્મચારીઓ એવા છે કે જેઓ VRS માટે અરજી કરી શકે છે. VRS માટે ઓછામાં ઓછી 20 વર્ષની નોકરી અને 55 વર્ષની ઉંમર જરૂરી છે.
નવી દિલ્હીઃ પોતાના જૂના ગ્રાહકોને દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે એક વધુ ભેટ આપી છે. એસબીઆઈએ પોતાના બેસ રેટમાં 15 બેસીસ પોઈન્ટ (0.15 ટકા)નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંકે એક નિવેદનમાં જણાવ્યું કે, બેસ રેટના નવા દર એક એપ્રિલ, 2017થી લાગુ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -