RBI અને સરકારની વચ્ચે વધતો ખટરાગ, ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામું આપે તેવી શક્યતા
આ તકે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે ટ્વીટ કરીને લખ્યું કે, સરકારે RBI એક્ટનો ઉપયોગ કર્યો અને ઇતિહાસમાં ન બની હોય એવી ઘટના બની છે. મને એવો ડર છે કે, હજુ વધારે ખરાબ સમાચાર આવશે. આ પહેલા ગયા શુક્રવારે RBIનાં ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ ચેતવણી આપી હતી કે, RBIની સ્વાયત્તતા પર તરાપ મારવાથી અર્થતંત્ર પર ખરાબ અસર પડી શકે છે. વિરલ આચાર્યના નિવેદનથી મોદી સરકાર ખુબ નારાજ થઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબે દિવસ પહેલા નાણામંત્રી અરુણ જેટલીએ RBI પર આરોપ લગાવ્યો હતો કે, ઉદ્યોગપતિઓને જાણ્યા-વિચાર્યા વગર કરોડો રૂપિયાની લોન આપી હતી ત્યારે RBI શું કરતી હતી? મીડિયા અહેવાલ અનુસાર, સરકાર અને RBI વચ્ચે ઉભી થયેલી પરિસ્થિતિ વચ્ચે ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામુ આપે તેવી શક્યતા છે. બધા જ વિકલ્પો ખુલ્લા છે. સરકાર અને આર.બી.આઈ વચ્ચે એટલો બધો ખટરાગ ઉભો થયો છે કે, તે પુરી શકાય તેમ નથી.
આ અહેવાલમાં વધુમાં જણાવ્યું છે કે, સરકારે RBI એક્ટના સેક્શન 7 હેઠળ કામગિરી હાથ ધરી છે. આ જોગવાઇ અનુસાર, સરકાર RBIને આદેશ આપી શકે છે અને તેને જાહેર હિતમાં આપવામાં આવેલા આદેશ કહેવામાં આવે છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય રિઝર્વ બેંક અને નાણાં મંત્રાલયની વચ્ચે જારી વિવાદ વધુને વધુ વકરતો જઈ રહ્યો છે. મંગળવારે નાણામંત્રી અરૂણ જેટલીએ દેશમાં બેંક એનપીએ માટે દોષનો ટોપલો આરબીઆઈ પર ઢોળ્યો તો હવે રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ પાસે હાલમાં રાજીનામું આપવાનો વિકલ્પ ખુલ્લો છે. એક જાણીતી બિઝનેસ ચેનલ અનુસાર હાલની સ્થિતિ જોતા ઉર્જિત પટેલ રાજીનામું આપી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -