RBIએ ડિફોલ્ટર્સની યાદી સુપ્રીમ કોર્ટને આપી, જાણો માત્ર 57 લોકો કેટલા હજાર કરોડ દબાવીને બેઠા છે
આરબીઆઈએ પોતાનો પક્ષ રાખતાં કહ્યું કે, જો નામો જાહેર કરીશું તો બેન્કોનું હિત જોખમાશે. બધાલોકો જાણીજોઈને ડિફોલ્ટર નથી બન્યા. તેમનાં નામો જાહેર કરવા જોઇએ. ડિફોલ્ટર લિસ્ટ બેન્કોની ગુપ્ત માહિતી છે. કાયદા અનુસાર તેને જાહેર કરી શકાય. તેના કારણે બેન્કોનું હિત જોખમાશે.
ચીફ જસ્ટિસે કહ્યું કે, લોકોનેખબર પડવી જોઇએ કે લોકો કોણ છે કે જેઓ હજારો કરોડો રૂપિયા નથી ચૂકવી રહ્યા. કેટલી લોન લીધી હતી અને કેટલી ચૂકવવાની બાકી છેω આરટીઆઈ અંતર્ગત તેની માહિતી કેમ આપવામાં નથી આવતી. સૌથી અગત્યનું દેશનું હિત છે. તમે દેશના હિતમાં કામ કરો. આગામી સુનાવણીમાં બેન્કો સાથે ચર્ચા કરીને મોટા ડિફોલ્ટરનાં નામ જાહેર કરવા અંગેનો મત સ્પષ્ટ કરો. ડિફોલ્ટરનાં નામ જાહેર કરવા કે નહીં તે કોર્ટ નક્કી કરશે.
માત્ર 57 ડિફોલ્ટનાં નામ જણાવવા અંગે સુપ્રીમે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું તેણે જણાવ્યું હતું કે રૂ. 85 હજાર કરોડ લઈને બેઠેલા લોકોનાં નામ જાહેર થવાં જોઇએ.
ચીફ જસ્ટિસ ટી. એસ. ઠાકુરની બેન્ચે જણાવ્યું હતું કે રૂ. 500 કરોડની લોન નહીં ચૂકવેલા લોકોની યાદીનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. જો રૂ. 500 કરોડ કરતાં ઓછી રકમના લોકોની યાદી મગાવી હોત તો આંકડો કદાચ રૂ. 1 લાખ કરોડને આંબી જાત. બેન્ચમાં ચીફ જસ્ટિસની સાથે જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ પણ છે. બેન્કોની હજારો કરોડની લોન નહીં ચૂકવવાના મુદ્દે સુપ્રીમ એક જાહેર હિતની અરજી અંગે સુનાવણી કરી રહી છે. અગાઉની સુનાવણીમાં સુપ્રીમે રૂ. 500 કરોડ કરતાં વધુ રકમ નહીં ચૂકવી શકેલા લોકોની યાદી માગી હતી.
નવી દિલ્હીઃ બેંકો પાસેથી લોન લઈને પરત ન કરનાર માત્ર 57 વ્યક્તિઓ પર જ 85 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. સુપ્રીમ કોર્ટે 500 કરોડ રૂપિયાથી વધારેની લોન લેનાર અને પરત ન કરનાર વિશે રીઝર્વ બેંકના અહેવાલ બાદ આ જાણકારી સામે આવી છે. સાથે જ કોર્ટે આરબીઆઈને પૂછ્યું કે આખરે શા માટે આવા લોકોના નામ સાર્વજનિક કરવામાં ન આવે. મુખ્ય ન્યાયાધીશ ટી એસ ઠાકુરની અધ્યતાવાળી બેન્ચે કહ્યું કે, આખરે આ લોકો કોણ છે જેમણે લોન લીધી છે પરંતુ પરત નથી કરી રહ્યા? કોર્ટને સીલબંધ કવરમાં સોંપવામાં આવેલાં નામો જાહેર કરવા બદલ સુપ્રીમે આરબીઆઈ પાસેથી જવાબ માગ્યો છે. આગામી સુનાવણી 28 ઓક્ટોબરે થશે.