રિઝર્વ બેંક જારી કરશે 5 અને 10 રૂપિયાના નવા સિક્કા, ટૂંકમાં આવશે બજારમાં
મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંકમાં જ બજારમાં 5 અને 10 રૂપિયાના નવા સિક્કા જારી કરશે. 10 રૂપિયાના નવા સિક્કા ભારતના નેશનલ આર્કાઈવ્સની સ્થાપનાના 125 વર્ષ પૂરા થવાના અવસર પર જારી કરશે. ઉપરાંત આરબીઆઈએ અલાહબાદ હાઈકોર્ટના 150 વર્ષ પૂરા થવા પર પાંચ રૂપિયાના નવા સિક્કા જારી કરવાનો નિર્ણય કર્યો છે.
આરબીઆઈએ જણાવ્યું કે, 10 રૂપિયાના નવા સિક્કાની ડિઝાઈનમાં તેના પાછળના ભાગમાં વચ્ચે નેશનલ આર્કાઈવ્સ બિલ્ડિંગની તસવીર છાપવામાં આવશે. આ તસવીરની નીચે 125 વર્ષ અંકિત કરવામાં આવશે.
આરબીઆઈએ કહ્યું કે, 5 અને 10 રૂપિયાના બજારમાં હાલના સિક્કા ચલણમાં ચાલુ રહેશે. 5 રૂપિયાના નવા સિક્કાની ડિઝાઈનમાં તેના ઉપરના ભાગમાં અલાહબાદ હાઈકોર્ટ બિલ્ડિંગની તસવીર છપાયેલી હશે. આ તસવીરની નીચે અંગ્રેજી આંકડામાં વર્ષ 1866-2016 છાપવામાં આવશે.
ઉપરાંત તેના પર 125મી વર્ષગાંઠની ઉજવણીનો લોગો પણ છાપવામાં આવશે. ઉપરાંત વર્ષ 1891 અને 2016ના અંગ્રેજી આંકડામાં સિક્કાના ઉર અને નીચે લખવામાં આવશે.