50 રૂપિયાની નવી નોટ જારી કરશે RBI, જાણો તેની 10 ખૂબીઓ
આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે, રૂ. 50ની નવી નોટ આવ્યા બાદ અગાઉની સિરીઝની રૂ. 50ની જૂની નોટો પણ માન્ય રહેશે. નોટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની તસવીર છે અને તેની સાઇઝ જૂની રૂ.50ની નોટ જેટલી જ છે. થોડા સમય પહેલાં રૂ.50ની નવી નોટોની તસવીરો લીક થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ટૂંકસમયમાં 50 રૂપિયાની નવી ચલણી નોટો બહાર પાડશે. આરબીઆઇએ શુક્રવારે આ અંગે નોટિફિકેશન જાહેર કર્યું છે. જોકે, 50 રૂપિયાની જૂની નોટ પણ ચાલુ રહેશે. આરબીઆઇની સત્તાવાર જાહેરાત પહેલા જ સોશ્યલ મીડિયામાં 50 રૂપિયાની નવી નોટ સરક્યુલેટ થઇ રહી હતી.
આ તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી. વાઇરલ થયેલી તસવીરો મુજબ, નવી નોટોનો રંગ લીલો હશે. રૂ. 50ની નોટ ઉપરાંત રૂ. 20ની પણ નવી નોટો ટૂંક સમયમાં બહાર પડી શકે છે. કેન્દ્રીય બેંક 200 રૂપિયાની નોટો પણ છાપી રહી છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો શું છે ખાસ નવી 50 રૂપિયાની નોટમાં.
ફ્રન્ટ સાઈટ બાજુઃ નોટ પર દેવનાગરી અને અંગ્રેજીમાં 50 રૂપિયા લખ્યું છે. નોટની વચ્ચે મહાત્મા ગાંધીનો ફોટો છે. માઇક્રો લેટરમાં RBI, INDIA અને 50 રૂપિયા લખ્યું છે. સિક્યોરિટી થ્રેડમાં `भारत' અને RBI છે. નોટની જમણી બાજુ અશોક ચિન્હ્ર છે. મહાત્મા ગાંધીનો ફોટો અને ઇલેક્ટ્રોટાઇપ (50) વોટરમાર્કસ છે.
નોટની પાછળ બાજુઃ નોટની ડાબી તરફ પ્રિન્ટિંગનું વર્ષ લખ્યું છે. સ્લોગનની સાથે સાથે સ્વચ્છ ભારતનો લોગો છે. લેંગ્વેજ પેનલ છે. હમ્પીના રથનો ફોટો છે. દેવનાગરીમાં 50 લખ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -