કોલ ડ્રોપને લઈને ટ્રાઈનો કડક નિર્ણય, ટેલીકોમ ઓપરેટર્સ પર લાગી શકે છે 10 લાખ રૂપિયા સુધીનો દંડ
સંશોધનના નિયમો અનુસાર કોઈપણ દૂરસંચાર સર્કલમાં 90 ટકા મોબાઈલ સાઈટ, 90 ટકા સમય સુધી, 98 ટકા કોલ્સને સારી રીતે સંચાલિત કરવામાં સક્ષમ હોવી જોઈએ. એટલે કે કુલ કોલ્સના બે ટકાથી વધારે ડ્રોપની શ્રેણીમાં ન આવવા જોઈએ. કોઈ ખરાબ સ્થિતિમાં કે દિવસમાં દૂર સંચાર સર્કલના 90 ટકાથી વધારે મોબાઈલ ટાવરમાં કોલડ્રોપની સમસ્યા 3 ટકાથી વધારે ન હોવી જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશર્માએ કહ્યું કે, કોલ ડ્રોપને માપવા માટે કેટલાય મુદ્દા છે. નવા નિયમો અંતર્ગત અમે કોઈ નેટવર્કમાં અસ્થાયી મુદ્દા પર પણ ધ્યાન આપશું, સાથે જ નેટવર્કના ભૌગોલિક વિસ્તારને પણ જોઈશું.
TRAIના કાર્યકારી સચિવ એસ.કે ગુપ્તાએ જણાવ્યું જો કોઈ ઓપરેટર સતત ત્રણ માસ માટે કોલ ડ્રોપના નિર્ધારત સૂચકોને પુરા કરવામાં નિષ્ફળ રહેશે તો તેના પર દંડની રકમ 1.5 ગણી વધી જશે અને ત્રીજા મહિને તે વધીને ડબલ થઈ જશે. જોકે વધારેમાં વધારે દંડની રકમ 10 લાખ રૂપિયા સુધીની રહેશે. આ સંશોધન બાદ કોઈ એક સર્કલમાં કોલ ડ્રોપ માપવાનો દર સર્કલ સ્તરથી મોબાઈલ ટાવર સુધી વધારે ગ્રેનુલર થઈ જશે.
TRAIના ચેરમેન આર.એસ. શર્માએ મીડિયાને જણાવ્યું કે, અમે કોલ ડ્રોમ મામલામાં 1થી 5 લાખ રૂપિયા સુધીના દંડનો પ્રસ્તાવ રાખ્યો છે. આ ગ્રેડેડ દંડ પ્રણાલી છે જે કોઈ નેટવર્કના પ્રદર્શન પર નિર્ભર રહેશે.
નવી દિલ્હીઃ ટેલીકોમ નિયામક પ્રાધિકરણ (ટ્રાઈ)એ કોલ ડ્રોપ પર અંકુશ લગાવાવ માટે શુક્રવારે કેટલાક મહત્ત્વના દિશાનિર્દેશ જારી કર્યા છે. આ દિશાનિર્દેશ અંતર્ગત કોઈ પણ ઓપરેટર સતત ત્રણ મહિના સુધી કોલ ડ્રોપને લઈને નક્કી માપદંડ પર યોગ્ય સાબિત નહીં થાય તો તેના પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ લગાવવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -