✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

50 રૂપિયાની નવી નોટ જારી કરશે RBI, જાણો તેની 10 ખૂબીઓ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Aug 2017 07:49 AM (IST)
1

આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે, રૂ. 50ની નવી નોટ આવ્યા બાદ અગાઉની સિરીઝની રૂ. 50ની જૂની નોટો પણ માન્ય રહેશે. નોટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની તસવીર છે અને તેની સાઇઝ જૂની રૂ.50ની નોટ જેટલી જ છે. થોડા સમય પહેલાં રૂ.50ની નવી નોટોની તસવીરો લીક થઈ હતી.

2

મુંબઈઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ટૂંકસમયમાં 50 રૂપિયાની નવી ચલણી નોટો બહાર પાડશે. આરબીઆઇએ શુક્રવારે આ અંગે નોટિફિકેશન જાહેર કર્યું છે. જોકે, 50 રૂપિયાની જૂની નોટ પણ ચાલુ રહેશે. આરબીઆઇની સત્તાવાર જાહેરાત પહેલા જ સોશ્યલ મીડિયામાં 50 રૂપિયાની નવી નોટ સરક્યુલેટ થઇ રહી હતી.

3

આ તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી. વાઇરલ થયેલી તસવીરો મુજબ, નવી નોટોનો રંગ લીલો હશે. રૂ. 50ની નોટ ઉપરાંત રૂ. 20ની પણ નવી નોટો ટૂંક સમયમાં બહાર પડી શકે છે. કેન્દ્રીય બેંક 200 રૂપિયાની નોટો પણ છાપી રહી છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો શું છે ખાસ નવી 50 રૂપિયાની નોટમાં.

4

ફ્રન્ટ સાઈટ બાજુઃ નોટ પર દેવનાગરી અને અંગ્રેજીમાં 50 રૂપિયા લખ્યું છે. નોટની વચ્ચે મહાત્મા ગાંધીનો ફોટો છે. માઇક્રો લેટરમાં RBI, INDIA અને 50 રૂપિયા લખ્યું છે. સિક્યોરિટી થ્રેડમાં `भारत' અને RBI છે. નોટની જમણી બાજુ અશોક ચિન્હ્ર છે. મહાત્મા ગાંધીનો ફોટો અને ઇલેક્ટ્રોટાઇપ (50) વોટરમાર્કસ છે.

5

નોટની પાછળ બાજુઃ નોટની ડાબી તરફ પ્રિન્ટિંગનું વર્ષ લખ્યું છે. સ્લોગનની સાથે સાથે સ્વચ્છ ભારતનો લોગો છે. લેંગ્વેજ પેનલ છે. હમ્પીના રથનો ફોટો છે. દેવનાગરીમાં 50 લખ્યું છે.

  • હોમ
  • બિઝનેસ
  • 50 રૂપિયાની નવી નોટ જારી કરશે RBI, જાણો તેની 10 ખૂબીઓ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.