નોટ અસલી છે કે નકલી તે જાણવા RBI લાવશે નવી મોબાઈલ એપ્લિકેશન
આ એપ્લિકેશનમાં 10 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીની તમામ નોટો (જૂની અને નવી)ની ઓળખ કરી શકાશે. આરબીઆઈએ અલગ અલગ નોટોના 14-17 ફીચર સામાન્ય લોકો માટે જાહેર કર્યા છે, પરંતુ આ સ્કેનર એપમાં એવા સિક્યોરિટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે કે જેનાથી કોઈ એપ્લિકેશનની સુરક્ષા ચક્ર તોડી ન શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સ્કેનર એપ નોટને સ્કેન કરશે અને તેના ફીચર્સ ઓળખી જણાવશે કે નોટ અસલી છે કે નકલી. હાલમાં આ સોફ્ટવેરનું ટ્રાયલ ચાલી રહ્યું છે. 95 ટકાથી વધુ એક્યૂરેસી લેવલ પર કામ થઈ ગયું છે. જ્યારે એપ 100 ટકા એક્યૂરેસી પર નોટની ઓળખ કરશે, ત્યારે આ એપ્લિકેશનને સામાન્ય લોકો માટે લોન્ચ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ નકલી નોટને બજારમાંથી દૂર કરવા માટે હવે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નવી ટેકનીકની મદદ લઈ રહી છે. આરબીઆઈ અસલી નોટને ઓળખી શકાય તે માટે એક એપ્લીકેશન તૈયારી કરી રહી છે. તેમાં તમામ નોટોના સામાન્યથી લઈને ખાસ ફીચર જણાવવામાં આવશે.
નકલી નોટના ધંધાને ખાળા માટે આરબીઆઈ આ એપ્લિકેશન લાવી રહ્યું છે. જેનાથી લોકો સરળતાથી ઓળખી શકશે કે નોટ અસલી છે કે નકલી. આરબીઆઈ એન્ડ્રોઈડ આધારિત સ્કેનર એપ્લિકેશન તૈયાર કરી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -