Jioને ટક્કર આપવા RCOMએ લોન્ચ કર્યો નવો પ્લાન, જાણો કેટલા રૂપિયા ચૂકવવા પડશે
અનિલ અંબાણીની RCOMએ રિલાયન્સ જિઓ સહિત અન્ય ઘરેલુ કંપનીઓ સામેથી મળી રહેલ પ્રતિસ્પર્ધાને ટક્કર આપવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. અનિલ અંબાણીની RCOMના નફામાં ઘટાડો જોવા મળ્યો છે અને તેના માટે પરોક્ષ રીતે મુકેશ અંબાણીની રિલાયન્સ જિઓ દ્વારા આપવામાં આવતી ફ્રી સેવાઓને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRCOMએ આ નવો પ્લાન એરટેલ, વોડાફોન અને જિઓ જેવી દિગ્ગજ કંપનીઓને પડકાર આપવા માટે રજૂ કર્યો છે. ટીજરથી એ વાતની પુષ્ટિ થાય છે કે 299 રૂપિયાવાળા પ્લાન અંતર્ગત RCOM યૂઝર્સને અનલિમિટેડ કોલ, ટેક્સ્ટ અને ડેટા મળશે. જોકે, હાલમાં નવા રેન્ટલ પ્લાન વિશે સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી.
કંપનીએ 299 રૂપિયાનો એક નવો પ્લાન રજૂ કર્યો છે અને તેની જાણકારી ટ્વીટ દ્વારા આપવામાં આવી છે. આ અંગે આરકોમે કહ્યું ચેકે, આ અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન છે. જણાવીએ કે, રિલાયન્સ જિઓ 399 રૂપિયાની ધન ધના ધન ઓફર અંતર્ગત ફ્રી ડેટા, કોલ અને મેસેજ ઓફર કરી રહી છે.
નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિઓએ જે રીતે ડેટા અને કોલિંગ રેટને લઈને માર્કેટમાં ધૂમ મચાવી છે તેનાથી ટેલિકોમ કંપનીઓના નફામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. અનિલ અંબાણીની આરકોમે પણ તેમાંથી બાકાત નથી. હવે ટેરિફની આ પ્રતિસ્પર્ધામાં આરકોમ પણ જોડાઈ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -