રિલાયન્સ કમ્યુનિકેશન્સ 1 ડિસેમ્બરથી આખા દેશમાં વૉઇસ કૉલ્સ બંધ કરી દેશે
આરકૉમે ટ્રાઈને કહ્યું હતું કે, તે આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, મહારાષ્ટ્ર, પૂર્વ ઉત્તરપ્રદેશ, પશ્ચિમી ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને કેરળ વગેરે આઠ ટેલિકૉમ સર્કલ્સમાં 2G અને 4G સર્વિસીસ આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનિલ અંબાણીની કંપનીએ ટ્રાઈને કહ્યું છે કે, તે કંપની સિસ્ટેમા શ્યામ ટેલિસર્વિસીસના સીડીએમએમ નેટવર્કને અપગ્રેડ કરશે, જેનો તેમાં વિલય થઈ ચૂક્યો છે, જેથી દિલ્હી, રાજસ્થાન, યુપી વેસ્ટ, તામિલનાડુ, કેરળ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને કોલકાતા વગેરે સર્વિસ એરિયાઝમાં 4G સર્વિસીસ પૂરી પાડી શકાય.
ટ્રાઈએ કહ્યું છે કે, આરકૉમે જણાવ્યું હતું કે, તે વૉઇસ કૉલ્સ બંધ કરવા અને તેની 4G ડેટા સર્વિસીસનો ઉપયોગ ન થવાની સ્થિતિમાં અન્ય નેટવર્ક્સમાં નંબર પોર્ટ કરાવવા સંબંધિત તમામ જરૂરી સૂચનાઓ આપી ચૂક્યું છે.
ટ્રાઈએ તમામ ટેલિકોમ ઓપરેટર્સને આપેલા નિર્દેશમાં કહ્યું છે કે, 31 ઓક્ટોબરે આરકૉમે તેને જણાવ્યું હતું કે, આરસીએલ (રિલાયન્સ કોમ્યુનિકેશ લિ.) પોતાના ગ્રાહકોને માત્ર 4G ડેટા સર્વિસીસ જ ઉપલબ્ધ કરાવશે. પરિણામે 1 ડિસેમ્બર, 2017થી સબ્સક્રાઇબર્સને વૉઇસ સર્વિસીસ નહિ મળે.
નવી દિલ્હીઃ રિલાયન્સ કોમ્યુનિકેશન 1 ડિસેમ્બરથી વોયસ કોલ્સ સર્વિસ બંધ કરી દેશે. શનિવારે ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ આ જાણકારી આપી છે. ટ્રાઈ અનુસાર RCom નેટવર્કના ગ્રાહકો 31 ડિસેમ્બર સુધી અન્ય નેટવર્ક પર જઈ શકે છે. તમને જણાવીએ કે, RCom પર 44 હજાર કરોડ રૂપિયાનું દેવું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -