વોટ્સએપ બંધ થતાં લોકો પરેશાન, એક કલાક બાદ ફરી શરૂ થઇ સર્વિસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Nov 2017 02:31 PM (IST)
1
વોટ્સએપ ચાલુ થઇ જતાં લોકોને રાહત થઇ હતી.
2
નવી દિલ્હીઃ વોટ્સએપની સર્વિસ થોડા સમય માટે બંધ થતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વોટ્સએપ બંધ હોવાથી મેસેજ જતા ન હોવાના કારણે લોકો પરેશાન થયા હતા. વોટ્સએપનું સર્વર ડાઉન થતાં આ મુશ્કેલી સર્જાઇ હોવાનું કહેવામાં આવે છે. જોકે, થોડા સમય બાદ વોટ્સએપ સર્વિસ શરૂ થઇ હતી.
3
ભારત સહિત, અમેરિકા, શ્રીલંકા, ઇટાલી, સાઉદી અરેબિયા, જર્મની, ફિલિપિન્સ સહિત અનેક દેશોમાં વોટ્સએપ એપ્લિકેશન બંધ રહી હતી. ડાઉન ડિટેક્ટર વેબસાઇટના મતે વોટ્સએપના હજારો યુઝર્સે કંપનીને સર્વર ડાઉન હોવાની પણ ફરિયાદ કરી હતી.