Reliance Big TVની ધમાકેદાર ઓફર, 1 વર્ષ સુધી FREEમાં બતાવશે ચેનલ
રિલાયન્સ બિગ ટીવીના નિર્દેશક વિજેન્દર સિંહે આ નવા પ્લાનની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ પ્લાન ભારતમાં મનોરંજનના ભવિષ્યને નવી દિશામાં લઇ જશે. તેમણે કહ્યું કે રિલાયન્સ બિગ ટીવી મફતમાં એક HD HEVC સેટ ટોપ બોક્સથી ડિજીટલ ક્રાંતિ લાવવા માટે તૈયાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત સેટ ટોપ બોક્સ અને આઉટડોર યુનિટ માટે 1,500 રૂપિયા આપવા પડશે. એક વર્ષ પછી પેઈડ ચેનલનું એક્સેસ 1 વર્ષ માટે બંધ થાય ત્યારે ગ્રાહકોને 300 રૂપિયાનું રિચાર્જ કરવું પડશે. જો બે વર્ષ સુધી સતત રિચાર્જ કરાવશો ત્યારબાદ શરૂઆતમાં આપવામાં આવેલા 2000 રૂપિયા રિફંડ આપવામાં આવશે. એટલે કે ત્રણ વર્ષ પછી ગ્રાહકને પોતાની સમગ્ર રકમ પરત મળી જશે.
Reliance Big TVના લેટેસ્ટ HD HEVCમાં યુઝર્સને શેડ્યૂલ રેકોર્ડિંગ, USB પોર્ટ, યુ ટ્યૂબ એક્સેસ અને ટીવી શો જોતાં રેકોર્ડિંગ કરવા જેવા ફિચર્સ મળશે. ઓફિશિયલ વેબસાઇટથી પ્રી બુકિંગ કરી શકાય છે. આ દરમિયાન તમારે 499 રૂપિયા ચૂકવવા પડશે.
આ ઓફરનો લાભ લેવા ઇચ્છતા ગ્રાહક 1 માર્ચે સવારે દસ વાગ્યાથી રિલાયન્સ બિગ ટીવીની સત્તાવાર વેબસાઇટ પરથી સેટ ટોપ બોક્સ માટે પ્રી બુકિંગ પણ કરાવી શકે છે.
નવી દિલ્હીઃ ભારત સરકારની ડિજિટલ ઇન્ડિયા પહેલ અંતર્ગત ભાગીદારી નિભાવતા ડાયરેક્ટ ટૂ હોમ (DTH) કંપની રિલાયન્સ ટીવીએ બુધવારે ભારતમાં નવા પ્લાનની જાહેરાત કરી. અનિલ અંબાણીના નેજા હેઠળની રિલાયન્સ બિગ ટીવીના દાવા મુજબ કંપની નવા પ્લાનમાં અંદાજે 500 ફ્રી-ટૂ-એર ચેનલોને 5 વર્ષ માટે ફ્રીમાં બતાવશે, જ્યારે પેડ ચેનલો એક વર્ષ સુધી ગ્રાહકોને ફ્રીમાં બતાવવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -