હોળી પહેલા SBIએ ગ્રાહકોને આપી મોટી ભેટ, FD પર વધાર્યા વ્યાજ દર
3થી 5 વર્ષથી ઓછા ગાળા માટેની FD પર વ્યાજ દર 6 ટકાથી વધારીને 6.50 ટકા કર્યા. 5થી 5 વર્ષ સુધીની FD પર વ્યાજ દર 6 ટકાથી વધારીને 6.50 ટકા કર્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક વર્ષની FD પર વ્યાજ દર 6.25 ટકાથી વધારીને 6.40 ટકા કર્યા. એક વર્ષથી વધારે અને 455 દિવસથી ઓછા સમય ગાળા માટેની FD પર વ્યાજ દર 6.25 ટકાથી વધારીને 6.40 ટકા કર્યા. બેથી લઇને ત્રણ વર્ષથી ઓછા ગાળા માટેની FD પર વ્યાજ દર 6 ટકાથી વધારીને 6.50 ટકા કર્યા.
બેંકે 7થી 45 દિવસની FD પર વ્યાજ દર 5.25 ટકાથી વધારીને 5.75 ટકા કર્યા. 180થી 210 દિવસની FD પર વ્યાજ દર 6.25 ટકાથી વધારીને 6.35 ટકા કર્યા. 211 દિવસથી વધારે અને એક વર્ષથી ઓછા ગાળા માટેની FD પર વ્યાજ દર 6.25 ટકાથી વધારીને 6.40 ટકા કર્યા.
એસબીઆઈ આ દર 1 કરોડથી ઓછી જમા રકમ પરની એફડી પર કર્યો છે. નવા વ્યાજ દર આજથી એટલે કે 28 ફેબ્રુઆરીથી લાગુ થઈ જશે. તમને જણાવીએ કે આ પહેલા 30 જાન્યુઆરીએ સ્ટેટ બેંકે 1 કરોડથી વધારેની રકમની એફડીના વ્યાજ દરમાં 50થી 140 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ હોળી પહેલા પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. એસબીઆઈએ રિટેલ ટર્મ ડિપોઝિટ (ફિક્સ ડિપોઝિટ)ના દરમાં ફેરફાર કર્યા છે. બેંકે કુલ 9 સમયગાળા માટે જારી કરવામાં આવતી એફડીના વ્યાજ દરમાં 10થી 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -