રિલાયન્સે ફરી શરૂ કર્યું JIO Phoneનું Booking, કંપની કરી રહી છે મેસેજ
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓના ફ્રી ફોનનું પ્રી બુકિંગ ફરી શરૂ કર્યું છે. જ્યારે આ ફોનનું પ્રથમ વખત પ્રી બુકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે 60 લાખથી વધારે ફોન બુક થયા હતા. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર જે લોકોએ પહેલા ફોન ખરીદવામાં રસ દાખવ્યો હતો તેમને એક મેસેજ કરવામાં આવી રહ્યો છે.
ઓગસ્ટમાં પહેલા ચરણના બુકિંગમાં 60 લાખ પ્રી-બુકિંગ કરવામાં આવ્યા હતા. આ ફોનની કિંમત 1500 રૂપિયા છે અને કંપનીનો દાવો છે કે 3 વર્ષ પછી ફોન પાછો આપવા પર આ પૈસા પાછા આપવામાં આવશે.
આ મેસેજમાં એક લિંક આપવામાં આવશે. જ્યારે આ લિંક પર ક્લિક કરશો તો એક કોડ આવશે. આ મેસેજ એ જ મોબાઈલ નંબર પર આવશે જેમણે રજિસ્ટ્રેશન દરમિયાન ફોન ખરીદવામાં રસ દાખવ્યો હતો. કોડ આવ્યા બાદ નજીકના જિઓ આઉટલેટ પર જઈને આપવાનો રહેશે. આ કોડથી તમને જિઓ ફોન મળી જશે. જો કે કંપનીએ હજી આ બાબતે કોઈ જાણકારી નથી આપી.