આ ટેલીકોમ કંપની ગ્રાહકોના રૂપિયા પાછા આપવા તૈયારી નથી
આરકોમે લખેલા પત્રના હવાલાથી સૂત્રએ કહ્યું કે, ‘… અમે વાસ્તવિક રેગ્યુલેશનથી અજાણ છીએ, જે અંતર્ગત મોબાઈલ નબંર કોઈ પણ કારણથી બીજા નેટવર્કમાં જવા પર ટોક ટાઈમની બચેલી રકમ પાછી આપવાની જોગવાઈ છે… અમે તમને નિર્દેશ પાછો લેવા અનુરોધ કરીએ છીએ.’ આ વાત એવા સમયે ઉઠી છે, જ્યારે આરકોમે પોતાના સ્પેક્ટ્રમ, ટાવર, ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક અને અન્ય વાયરલેસ સંપત્તિ પોતાના મોટાભાઈ મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોને વેચવાની જાહેરાત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅધિકારીએ કહ્યું કે, સેવા આપનારે સેવા બંધ કરી દીધી છે અને એટલા માટે ગ્રાહકોના હિતોનું રક્ષણ જરૂરી છે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સએ આ અંગે ઈ-મેલ દ્વારા પૂછાયેલા સવાલોનો જવાબ આપવાનો ઈનકાર કરી દીધો. જોકે, મામલા સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે, સેવા આપનારે ટ્રાઈના 19 જાન્યુઆરીના રૂપિયા પાછા આપવાના નિર્દેશને લઈને પત્ર લખીને રેગ્યુલેશન સામે દલીલ કરી છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ કોમ્યૂનિકેશન્સે મોબાઈલ ગ્રાહકોની બાકીની રકમ આપવાના ટ્રાઈના નિર્દેશનો વિરોધ કર્યો છે. અનિલ અંબાણીની આગેવાનીવાળી કંપની આરકોમે ટ્રાઈને પોતાનો નિર્દેશ પરત લેવાની માગ કરી છે. ટ્રાઈએ કંપનીને વોયસ સેવા બંધ કર્યા બાદ કડક નિર્ણય લેતા આરકોમને મોબાઈલ ગ્રાહકોના રૂપિયા પરત કરવાનો નિર્દેશ કર્યો હતો. ટ્રાઈએ કહ્યું કે, ગ્રાહકોના રૂપિયા પરત માગવા યોગ્ય છે અને કંપનીએ તેના રૂપિયા પરત કરવા જોઈએ.
ટ્રાઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, કેમકે આ મામલો સેવા આપનાર દ્વારા સેવા બંધ કરવા સાથે જોડાયેલો છે, ત્યારે ગ્રાહકોને એ રકમ મળવી જોઈએ, જે ખર્ચ નથી થઈ. તેમણે કહ્યું કે, ‘આ સ્થિતિ એક ગ્રાહક દ્વારા સેવા આપનારને બદલવા જેવી નથી. તેમાં ગ્રાહક એક નેટવર્કથી બીજા નેટવર્કમાં જવા માટે સમયની જાતે પસંદગી કરે છે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -