✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સરકારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, શેલ, ONGCને 192 અબજ ચૂકવવા નોટિસ ફટકારી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Jul 2017 07:37 AM (IST)
1

નવી દિલ્હીઃ સરકારે અરબ સાગરમાં આવેલ પન્ના, મુક્તા અને તાપી (પીએમટી) ક્રૂડ અને ગેસ ફીલ્ડ મામલે પોતાના પક્ષમાં પંચના નિર્ણય બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રોયલ ડચ શેલ તથા ઓએનજીસીને સંયુક્ત રીતે 3 અબજ ડોલર (અંદાજે 192 અબજ રૂપિયા) ચૂકવવા નોટિસ ફટકારી છે. સરકાર તથા પીએમટી સંયુક્ત સાહસ સંબંધિત સૂત્રોએ જણાવ્યું કે, હાઈડ્રોકાર્બન ડિરેક્ટોરેટે મેના અંતમાં જ માગની આ નોટિસ ફટકારી હતી. આ નોટિસમાં માગવામાં આવેલ રકમ ઓક્ટોબર 2016માં આવેલ પંચના નિર્ણયમાં આંકલન કરવામાં આવેલ રકમ તથા તેના પર વ્યાજ તથા અન્ય ચાર્જ સામેલ કરવામાં આવ્યા છે.

2

જોકે આ નોટિસમાં રિકવરીની રકમ ચૂકવવા માટેની કોઈ ચોક્કસ તારીખ કે ચૂકવણીમાં નિષ્ફળ જવા બદલ લેવાનારા સંભવિત પગલાંનો કોઈ ઉલ્લેખ નથી કરાયો તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત આર્બિટ્રેશન પેનલ દ્વારા પોતાનો અંતિમ ચુકાદો અપાય તેની રાહ જોયા વગર જ આ નોટિસ અપાઈ છે. આ મામલે રિલાયન્સના પ્રવક્તાનો સંપર્ક કરતાં નોટિસ મળી હોવાનું સ્વીકાર્યું હતું. આ ડિમાન્ડ નોટિસને કવેળાની ગણાવતાં રિલાયન્સે જણાવ્યું હતું કે આંશિક ચુકાદાને પગલે સંબંધિત કંપનીઓ સામે ઉભી થયેલી જવાબદારીઓની ગણતરી પક્ષકારોની કુલ રકમ અંગેની રજૂઆત બાદ આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ દ્વારા નક્કી કરવાની છે. આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે હજી ગણતરતી માટેનો સમય નક્કી કરવાનો બાકી છે. આ સિવાય કુલ રકમની ગણતરી શરૂ થાય તે પહેલાં અન્ય કેટલાંક મુદ્દાઓનો ઉકેલ પણ બાકી છે. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે રિલાયન્સે બ્રિટનની કોર્ટમાં આ એફપીએ સામે અપીલ કરી છે અને હાલમાં આ મામલો ન્યાયાધિન છે.

3

સિંગાપોર સ્થિત વકીલ ક્રિસ્ટોફર લૌની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની આર્બિટ્રેશન પેનલ દ્વારા પીએમટી ફિલ્ડના નફાની વહેંચણી અગાઉના 50 ટકા કરની કપાતને બદલે પ્રવર્તમાન 33 ટકા કરને આધારે કરવી જોઈએ તેવી સરકારની માગણીને બહાલ રાખવાના નિર્ણયને રિલાયન્સ અને શેલે ગત નવેમ્બર મહિનામાં બ્રિટિશ કોર્ટમાં પડકાર્યો હતો.

4

આ ઉપરાંત કોન્ટ્રાક્ટમાં તાપ્તિ ફિલ્ડમાં ખર્ચની રિકવરી 54.5 કરોડ ડોલર તથા પન્ના મુક્તા ઓઈલ અને ગેસ ફિલ્ડમાં 57.7 કરોડ ડોલરની નિર્ધારિત કરાયેલી ખર્ચની રિકવરીને પણ આર્બિટ્રેશન પેનલે મંજૂર રાખી હતી. જોકે બંને કંપનીઓએ તાપ્તિ માટે ખર્ચની જોગવાઈમાં 36.5 કરોડ ડોલર તથા પન્ના મુક્તા માટે ખર્ચની જોગવાઈમાં 6.25 કરોડ ડોલર વધારવાની માગ કરી હતી. આર્બિટ્રેશનની જ્યુડિશિયલ સીટ લંડનમાં આવેલી છે અને આર્બિટ્રેશનના કરાર અંગ્રેજી કાયદા સંચાલિત છે. આંશિક ચુકાદાને પડકારવાના સંજોગોમાં આર્બિટ્રેશન ટ્રિબ્યુનલની પ્રક્રિયા અટકી પડશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

  • હોમ
  • બિઝનેસ
  • સરકારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, શેલ, ONGCને 192 અબજ ચૂકવવા નોટિસ ફટકારી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.