Jioના 509 રૂપિયાના રીચાર્જ પર કેટલાક ગ્રાહકોને પ્રતિ દિવસ મળ્યો 1GB ડેટા, જાણો કારણ
નવી દિલ્હીઃ બધાને હવે એટલી તો ખબર છે કે, રિલાયન્સ જિઓની સેવાઓ ફ્રી નથી રહી. જોકે કંપનીએ યૂઝર્સને આકર્ષક ઓફરો આપી છે. જિઓ સમર સરપ્રાઈઝ ઓફરમાં પ્રાઈમ યૂઝરને 303 અને 499 રૂપિયાના રિચાર્જ પર ત્રણ મહિના સુધી સેવા આપવામાં આવી હતી. બીજી બાજુ ધન ધના ધન ઓફર પ્લાન્માં 309 અને 509ના પેકમાં દરરોજ અનુક્રમે 1જીબી અને 2જીબી 4જી ડેટા આપવામાં આવ્યો હતો. પરંતુ હવે સમાચાર આવ્યા છે કે, કેટલાક યૂઝર્સને 509 રૂપિયાના રિચાર્જ પર 2જીબીની જગ્યાએ 1જીબી 4જી ડેટા મળી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા અહેવાલ અનુસાર અત્યાર સુધી તમામ યૂઝરને હેપી ન્યૂ યર ઓફરમાંથી પોર્ટ કરવામાં નથી આવ્યા જેની છેલ્લી તારીખ 31 માર્ચ હતી. આ કારણે ઓછો ડેટા મળી રહ્યો છે.
આ મામલે જિઓના ગ્રાહક સેવા અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધી કંપની તમામ કસ્ટમર્સને માઈગ્રેટ કરી શકી નથી, આ કારણે કેટલાક ગ્રાહકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે કંપનીએ એ નથી જણાવ્યું કે, આ માઈગ્રેશનની પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થશે.
કંપનીની આ પ્રક્રિયાને કારણે એવા ગ્રાહકોને જરૂર ઝાટકો લાગશે જેમણે 2જીબી ડેટા માટે કરીને 509 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હોય.
Jioની હેપ્પી ન્યૂ યર ઓફરમાં ગ્રાહકોને દરરોજ 1જી 4જી સ્પીડમાં ડેટા મળતો હતો. પરંતુ જે જિઓ પ્રાઈમ ગ્રાહકોને નવી જિઓ સમર સરપ્રાઈઝ અથવા ધન ધના ધન ઓફરમાં પોર્ટ કરવામં નથી આવ્યા તેને 499 અથવા 509 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હોય તેમ છતાં પણ 1જીબી ડેટા પ્રતિ દિવસ મળી રહ્યો છે જ્યારે ઓફર પ્રમાણે તેમને 2જીબી ડેટા મળવો જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -