શું બંધ થઈ જશે રિલાયન્સ Jio 4G ફ્રી ઇન્ટરનેટ અને વોઇસ કોલિંગ સેવાઃ ટ્રાઈના નિર્ણય પર નજર
હાલના નિયમો અંતર્ગત પ્રચાર માટે કોઈપણ પ્રકારની ઓફરનો ગાળો 90 દિવસના ગાળા સુધીનો હોઈ શકે છે. ટ્રાઈએ કંપની પાસે પોતાની ઓફરને 31 માર્ચ, 2017 સુધી વધારવા પર વધુ સ્પષ્ટતા માગી હતી. રિલાયન્સ જિયોનો પ્રચાર માટેનો 90 દિવસનો સમય 4 ડિસેમ્બરે સમાપ્ત થઈ ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીએ તેની ફરિયાદ ટ્રાઈથી લઈને ટીડીસેટમાં કરી હતી. હવે જ્યારે કંપનીએ ન્યૂ યર ઓફર આપી જેના કારણે ફરી કંપનીઓ નારાજ થઈ ગઈ અને ત્યાર બાદ ટ્રાઈના દરવાજા ખખડાવ્યા. ટ્રાઈએ નોટિસ મોકલીને રિલાયન્સ પાસે જવાબ માંગ્યો હતો. કંપનીઓની આ એક બીજા સાથેના કોલ્ડ વોરના કારણે કોલ ડ્રોપ તરીકે ગ્રાહકોને નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે.
રિલાયન્સે ભારતીય ટેલીકોમ નિયામક પ્રાદિકરણ (ટ્રાઈ)ને કહ્યું કે, તે તેની નવી વોઇસ અને ડેટા ઓફર હાલના નિયમોનું કોઈ ઉલ્લંઘન નથી કરતી.
નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની આગેવાનીવાળી કંપની રિલાયન્સ જિયોએ લોન્ચિંગની સાથે જ ફ્રી ઇન્ટરનેટ અને વોઇસ કોલિંગની સુવિધા આપી હતી. બાદમાં કંપનીએ ન્યૂ યર ઓફર અંતર્ગત સુવિધાને 31 માર્ચ સુધી વધારી હતી. મોબાઈલ સેવાની દુનિયા ડગલું માંડવાની સાથે જ જ્યારે રિલાયન્સ જિયોએ આ ઓફર આપી હતી ત્યારે પણ અનેક ઓપરેટરોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -