✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રિલાયન્સ જિઓની 4જી સેવા આજથી મળશે બધાને, પ્રથમ 3 મહિના બિલકુલ ફ્રી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Sep 2016 07:00 AM (IST)
1

આ ઓફરને આમંત્રણ ઓફર તરીકે ફરીથી બ્રાન્ડ કરવામાં આવી છે. તે અંતર્ગત 5 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર સુધી અમર્યાદિત સેવાઓ આપવામાં આવશે. ત્યાર બાદ ઉપભોક્તાઓને આજીવન માટે વોયસ (સ્થાનિક અને એસટીડી) તથા રોમિંગની સુવિધા ફ્રી આપવાનું વચન આપવામાં આવ્યું છે. સાથે જ ડેટા દર પણ 50 રૂપિયા પ્રતિ જીબી આપવાની રજૂઆત કરવામાં આવી છે. તેનો હાલનો દર 250 રૂપિયા પ્રતિ જીબીની આસપાસ છે.

2

સોની, સેન્સુઈ, વીડિયોકોન, એલજી, સેમસંગ, માઈક્રોમેક્સ, પેનાસોનિક, આસુસ, ટીસીએલ, અલ્ટાટેલ, એચટીસી, વિવો, જિયોની, કાર્બન તથા લાવા સહિત 20 બ્રાન્ડ પ્રીવ્યૂ ઓફરનો ભાગ હતો. આ બ્રાન્ડના 4જી ગ્રાહકોને 90 દિવસની અમર્યાદિત કોલ્સ તથા હાઈસ્પીડના મોબાઈલ બ્રોડબેન્ડ ટ્રાઈલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

3

કંપનીની આ ઓફરનો લાભ આઈફોન, શ્યાઓમી, મોટોરોલા તથા લીનોવોના એવા ગ્રાહકોને પણ મળશે જે અત્યાર સુધી પ્રીવ્યૂ ઓફરનો ભાગ ન હતા. કંપનીએ ટ્રાયલ દરમિયાન જ 15 લાખ ગ્રાહકો મેળવી લીધા છે. કંપનીનો ટાર્ગેટ ઓછામાં ઓછા સમયમાં 10 કરોડ ગ્રાહકોનો ટાર્ગેટ મેળવવાનો છે.

4

સૂત્રો અનુસાર જિઓ સિમ કાર્ડ હવે મલ્ટીબ્રાન્ડ આઉટલેટ્સ તથા મોબાઈલ ફોનની દુકાન પર ઉપલબ્ધ હશે. અત્યાર સુધી આ માત્ર રિલાયન્સ ડિજિટલના સ્ટોર પર ઉપલબ્ધ હતા. સત્રોનું કહેવું છે કે, દેશભરમાં અંદાજે બે લાખ સ્ટોર પર જિઓના સિમ ઉપલબ્ધ હશે. તેમાં એવા સ્થળ પર સામેલ છે જ્યાં અન્ય વેન્ડરોના સિમ વેચવામાં આવે છે.

5

નવી દિલ્હીઃ દેશભરમાં ઉપભોક્તાઓને રિલાયન્સ જિઓની સેવાઓ સોમવારથી ઉપલબ્ધ થઈ જશે. કંપનીએ 10 કરોડ ગ્રાહકો મેળવવાના આક્રમક ટાર્ગેટ અંતર્ગત 4જી આધારિત હેન્ડસેટવાળા તમામ સંભવિત ઉપભોક્તાઓ માટે પોતાના દરવાજા ખોલી દીધા છે.

  • હોમ
  • બિઝનેસ
  • રિલાયન્સ જિઓની 4જી સેવા આજથી મળશે બધાને, પ્રથમ 3 મહિના બિલકુલ ફ્રી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.