અહીં રોકાણ કરવા પર 7 વર્ષમાં 1 લાખના 625 કરોડ રૂપિયા થઈ ગયા! જાણો વિગત
હાલના તબક્કે બિટકોઇનની સંખ્યા 1.7 કરોડ છે. નિષ્ણાતોના મતે વધુ લોકો બિટકોઇનને અપનાવશે તો તેના મૂલ્યમાં વધુ વૃદ્ધિનો અંદાજ છે. કારણ કે આ ક્રિપ્ટોકરન્સીનો સપ્લાય મર્યાદિત છે. મર્યાદિત સપ્લાયને કારણે જ કરન્સીમાં મોટા પાયે સટ્ટો થઈ રહ્યો છે. BNP પારિબાના અહેવાલમાં જણાવ્યા અનુસાર બબલનો અર્થ એ નથી કે, તે ટૂંક સમયમાં ફૂટશે. બબલ ઘણાં પરિબળો પર આધાર રાખે છે.
મહત્ત્વનો સંકેત એ છે કે, લોકો તેને માત્ર એટલા માટે ખરીદી રહ્યા છે કારણ કે તેનો ભાવ વધી રહ્યો છે. બિટકોઇન ઇશ્યૂ કરવાની મર્યાદા 2.1 કરોડ છે, જે 2040માં પૂરી થવાનો અંદાજ છે. આ કારણથી પણ ક્રિપ્ટોકરન્સી ‘બબલ ઝોન’માં પ્રવેશી હોવાની આશંકા છે.
વૈશ્વિક બજારોમાં બિટકોઇનનો ભાવ 10,000 ડોલરથી થોડોક જ દૂર છે. નવેમ્બર 2010માં તે 0.22 ડોલરના સ્તરે ટ્રેડ થતો હતો, જે વધીને હાલ 9,650 ડોલરની સપાટીએ પહોંચ્યો છે. એટલે કે, સૂચિત ગાળામાં બિટકોઇનના મૂલ્યમાં 43,86,264 ટકા (ડોલરની રીતે) ઉછાળો નોંધાયો છે.
જોકે ભારત સરકારે આ કરન્સી મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ નથી કર્યું પરંતુ રોકામકારો તગડો નફો કમાઈ રહ્યા છે. નવેમ્બર 2010માં બિટકોઈનમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરનારના 7 વર્ષમાં જ 625 કરોડ રૂપિયા થઈ ગયા છે. સાત વર્ષમાં ભારતમાં 10 રૂપિયાના બિટકોઈનની કિંમત હવે 6,20,000 રૂપિયા થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ વર્ચ્યુઅલ કરન્સી બિટકોઈનની કિંમત સોમવારે પ્રથમ વખત 9000 ડોલરને પાર કરી ગઈ છે અને એશિયામાં તે 9500 ડોલર પર ટ્રેડ કરી રહી છે. સીએનએનનના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, વિશ્વભરના શેર બજારમાં ચાલુ વર્ષે ઘટાડો રહ્યો છે તેમાં રોકાણ કરનારાઓને બિટકોઈનની તુલનામાં ઓછું વળતર મળ્યું છે.