ઇન્ટરનેટ સર્વિસમાં નહીં હોય કોઈ ભેદભાવઃ net neutriltiy પર TRAIની ભલામણ
કોઇ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર નિયમોનું ઉલંઘન ન કરી શકે તે માટે ટ્રાઇએ એક મોનેટરિંગ કમિટી બનાવવાની ભલામણ કરી છે. આ કમિટી નિયમોના ભંગની પણ તપાસ કરશે. કેન્દ્ર સરકાર ટ્રાઇની ભલામણોના આધાર પર નેટ ન્યુટ્રાલિટી પર પોલિસી બનાવશે.
ટ્રાઇએ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને કેટલીક બાબતોમાં ટ્રાફિક મેનેજમેન્ટ પ્રેક્ટિસની છૂટ આપી છે જ્યાં સુધી કે તેમની પ્રેક્ટિસીસ પારદર્શક હોય અને તેની યુઝર્સ પર શું અસર થશે તે પહેલાથી ડિક્લેર કરેલું હોય.
ટ્રાઇની આ ભલામણ પછી ફેસબૂકની ફ્રી બેઝિક્સ જેવી સેવાઓ નહિ આવી શકે. તે ઉપરાંત વોટ્સઅપ જેવા પ્લેટફોર્મ પર ફ્રી કોલિંગની સુવિધા પણ યુઝર્સને મળતી રહેશે જેના પર ટેલિકોમ કંપનીઓ ચાર્જ વસૂલ કરવાનું દબાણ કરતી હતી.
નવી દિલ્હીઃ ટ્રાઈએ નેટ ન્યૂટ્રેલિટી પર પોતાની ભલામણ આપી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ટેલીકોમ કંપનીઓ કોઈપણ ભેદભાવ ઇન્ટરનેટની સુવિધા આપવાની રહેશે. કંપનીઓ કોઈનીપણ સ્પીડ વધારી કે ઘટાડી નહીં શકે. આ ભલામણાં એ પણ કહેવામાં આવ્યું છે કે, ટેલીકોં કંપનીઓ કરાર કરીને નેટ સેવાઓ આપે.