રૂપિયા આપીને Reliance Jioનો ઉપયોગ કરવામાં કોઈને રસ નથી, 10 કરોડમાંથી માત્ર 50% યૂઝર્સે જ લીધી પ્રાઈમ મેમ્બરશિપ
ઉદ્યોગ જગતના અંદાજ અનુસાર 10 કરોડથી વધારે હોલના જિઓ ગ્રાહકોમાંથી અંદાજે 30 ટકા એવા લોકો છે જેમણે વધારાના ડેટા માટે જિઓને સેકેન્ડરી કનેક્શન તરીકે લીધું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ જો જિઓને પાંચ કરોડ ગ્રાહકો પણ પેમેન્ટવાળા મળી જાય તો તે દેશમાં પેઈડ 4જી બ્રોડબેન્ડ સેવાની સૌથી મોટી ઓપરેટર બની જશે. જ્યારે માર્કેટમાં લીડર ભારતી એરટેલની પાસે 3જી અને 4જી સેવાના ગ્રાહકોની સંયુક્ત સંક્યા 3.77 કરોડ છે.
પ્રાઈમ મેમ્બરશિપ લેનાર યૂઝર્સને 149 રૂપિયા પ્રતિ મહિનાના શરૂઆતની કિંમત પર ડેટા આપવામાં આવશે. જિઓ પર વોયસ કોલની સુવિધા ફ્રી રહેશે. અધિકારીએ કહ્યું કે, પ્રાઈમ મેમ્બરશિપ લેનાર સંખ્યા દરરોજ વધી રહી છે અને વાસ્તવિક આંકડાની જાહેરાત 31 માર્ચના રોજ ફ્રી ઓફર સમાપ્ત થયા પછી કરવામાં આવશે.
કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, જિઓએ પ્રાઈમ મેમ્બરસિપ માટે નક્કી પોતાના કુલ ટાર્ગેટના 50 ટકા પહેલા જ મેળવી લીધો છે. જિઓની પ્રમેશનલ હેપ્પી ન્યૂ યર પ્લાન, જે ફ્રી વોયસ અને ડેટા આપી રહી છે, 31 માર્ચના રોજ સમાપ્ત થઈ રહી છે.
રિલાયન્સ જિઓની પાસે 10 કરોડથી વધારે ફ્રી સબ્સક્રાઈબર્સ છે, જેમાંથી 50 ટકા સબ્સક્રાઈબર્સે 99 રૂપિયાનું એક વખત પેમેન્ટ કરી તેની પ્રાઈમ મેમ્બરશિપ મેળવી છે અને ડેટા પેક માટે કંપનીને પેમેન્ટ કરશે.
નવી દિલ્હીઃ ભારતની નવી ટેલીકોમ કંપની Reliance Jioની ફ્રી વોયસ, ફ્રી ડેટા ઓફર માટે 31 માર્ચ સુધી પ્રાઈમ મેમ્બરશિપ યોજનાને ખત્મ થવાને આડે હવે એક જ દિવસ રહ્યો છે ત્યારે માત્ર 5 કરોડ ગ્રાહકો જ પેઈડ યૂઝર્સ બન્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -