ટાટા મોટર્સે ભારતીય બજારમાં ઉતારી કોમ્પેક્ટ સેડાન Tigor, કિંમત 4.7 લાખથી શરૂ
નવી દિલ્હીઃ ટાટા મોટર્સે પોતાની નવી કોમ્પેક્ટ સેડાન Tigorને ભારતીય બજારમાં લોન્ચ કરી છે. આ પેટ્રોલ અને ડીઝલ બન્ને એન્જિનમાં ઉતારવામાં આવી છે. પેટ્રોલ એન્જિનવાળી ટિગોરની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 4.7 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેના ટોપ વેરિઅન્ટની કિંમત 6.19 લાખ હશે. જ્યારે ડીઝલ ટિગોરની કિંમત 5.6 લાખથી શરૂ થઈને 7.09 લાખ સુધી જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટિગોરના ડીઝલ વર્ઝનમાં ટિએગોની જેમ 175/65 આર 14 સાઇઝના ટાયર મળશે, જ્યારે પેટ્રોલ વર્ઝનમાં 15 ઇંચના એલોય વ્હીલ પર 175/60 સાઇઝવાળા ટ્યુબલેસ ટાયર ચઢેલા હશે. કારની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
ટિગોરની લંબાઇ 3992 એમએમ છે, આ ટિએગો હેચબેકથી 246 એમએમ લાંબી છે. પહોળાઇમાં તે ટિએગોથી 30 એમએમ વધુ લાંબી અને ઉંચાઇમાં 2 એમએમ વધુ ઉંચી છે. તેનો વ્હીલબેઝ પણ વધારાયો છે. ટિએગોનો વ્હીલબેઝ 2400 એમએમનો છે, જ્યારે ટિગોરનો વ્હીલ 2450 એમએમનો છે.
ટિગોરમાં ટિએગો હેચબેકવાળા જ પેટ્રોલ અને ડીઝલ એન્જિન મળશે. પેટ્રોલ વર્ઝનમાં 1.2 લીટરનું 3-સિલિન્ડર એન્જિન મળશે, જે 84પીએસનો પાવર અને 114 એનએમનો ટોર્ક આપશે. ડીઝલ વર્ઝનમાં 1.05 લીટરનું 3-પોટ એન્જિન આવશે, આ 69 પીએસનો પાવર અને 140 એનએમનો ટોર્ક આપશે. બન્ને એન્જિનની સાથે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળશે.
ટિએગોની જેમ ટિગોરમાં પણ હારમનનું 8-સ્પીકર્સવાળી મ્યૂઝિક સિસ્ટમ મળશે. જેમાં 5 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ ડિસ્પ્લે પણ મળશે. જેમાં વીડિયો પ્લેબેક, વોઇસ કમાન્ડ રેકગ્નિશન, એસએમએસ અને રિવર્સ કેમેરાના આઉટપુટ મળશે. ટિગોરમાં ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, પાછળના પેસેન્જર માટે 12 વોટની પાવર સોકિટ અને રિયર આર્મરેસ્ટની સાથે કપહોલ્ડર્સ પણ મળશે.
આ કારમાં સૌથી મહત્વની બાબત તેનો બૂટ સ્પેસ છે. જે 419 લીટરનો છે. અને આ સેગમેન્ટમાં સૌથી બેસ્ટ છે. ટિએગોથી અલગ દર્શાવવા માટે તેની આગળની તરફ ડ્યુઅલ ટોન બમ્પર અને કંપનીની પારંપારિક ગ્રિલ, ક્રોમ ફિનિશિંગ સાથે આપવામાં આવી છે. ગ્રિલના બન્ને તરફ સ્મોક્ડ પ્રોજેક્ટર હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે. પાછળની તરફ સ્ટાઇબેક બેજિંગ આપવામાં આવી છે. ટેલલાઇટમાં એલઇડી ટ્રિટમેન્ટ આપવામાં આવી છે. તો રિયર વિન્ડશિલ્ડની ઉપર એલઇડી સ્ટોપ લેમ્પ પર્ટી આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -