✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Reliance Jio effect: Ideaને 10 વર્ષમાં પ્રથમ વખત લાગ્યો મોટો ઝાટકો, થયું 385 કરોડ રૂપિયાનું નુકસાન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Feb 2017 10:24 AM (IST)
1

આ રીતે પ્રતિસ્પર્ધાને કારણે કંપનીઓની આવકમાં સતત ઘટાડો જોવા મળ્યો છે અને ખર્ચ વધ્યો છે. ત્યાં સુધી કે બ્રિટનની દિગ્ગજ ટેલિકોમ કંપની વોડાફોન અને આઇડિયા સેલ્યુલરની વચ્ચે મર્જરને લઈને પણ વાતચીત ચાલી રહી છે. કહેવાય છે કે, આ બન્ને કંપનીઓના મર્જર બાદ દેશની સૌથી મોટી ટેલિકોમ ફર્મ બની જશે.

2

સપ્ટેમ્બરમાં મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો ઇન્ફોકોમનું લોન્ચિંગ થયું હતું. કંપનીએ પોતાની વેલકમ ઓફરમાં ફ્રી વોઇસ કોલ અને ડેટા જેવી સુવિધાઓ આપી હતી. ત્યાર બાદ દેશની નંબરવન ટેલિકોમ કંપની એરટેલે પણ પોતાના વોઈસ કોલ ડેટા પ્લાન્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરવી પડી હતી.

3

ક્વાર્ટરલી ધોરણે ત્રીજા ક્વાર્ટરમાં કંપનીને પ્રતિ મિનિટ વોલ્યૂમ 33.1 પૈસાથી ઘટીને 29 પૈસા રહ્યું છે. આ જ ગાળામાં કંપનીનું વોલ્યૂમ 195.5 અબજ મિનિટથી વધીને 210 અબજ મિનિટ રહ્યું છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના કુલ ડેટા સબ્સક્રાઈબર્સની સંખ્યી 5.41 કરોડથી ઘટીને 4.6 કરોડ રહી છે. આ જ ગાળામાં કંપનીની પ્રતિ ગ્રાહક સરેરાશ આવક 130 રૂપિયાથી ઘટીને 111 રૂપિયા રહી છે.

4

નાણાંકીય વર્ષ 2016-17ના ત્રીજા ક્વાર્ટર એટલે કે ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન આઇડિયા સુલ્યેલરની આવક 6.9 ટકા ઘટીને 8662.7 કરોડ રૂપિયા રહી છે. જ્યારે આગળના ક્વાર્ટરમાં કંપનીની આવક 9300.2 કરોડ રૂપિયા રહી હતી. ક્વાર્ટરલી ધોરણે કંપનીનું એબિટેડા માર્જિન 26 ટકાથી ઘટીને 25 ટકા રહ્યું છે.

5

આઇડિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તેને ડિસેમ્બર ક્વાર્ટરમાં ગ્રાહકોને જાળવી રાખવા માટે મોબાઇલ વોઈસ કોલ રેટ્સમાં 10.6 ટકાનો સુધીનો ઘટાડો કરવો પડ્યો હતો. જ્યારે ડેટા કિંમતમાં પણ કંપનીએ 15 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો.

6

નવી દિલ્હીઃ Reliance Jio આવ્યા બાદ ટેલીકોમ સેક્ટરમાં શરૂ થયેલ પ્રાઈસ વોરની અસર હવે દેખાવા લાગી છે. માર્ચ 2007થી શરૂ કર્યા બાદ પ્રથમ વખત આઈડિયાને ક્વાર્ટરલી ધોરણે ખોટનો સામનો કરવો પડ્યો છે. કંપનીને ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 385 કરોડ રૂપિયાની ખોટ ગઈ છે. જ્યારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આઈડિયા સેલ્યુલરને 91.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

  • હોમ
  • બિઝનેસ
  • Reliance Jio effect: Ideaને 10 વર્ષમાં પ્રથમ વખત લાગ્યો મોટો ઝાટકો, થયું 385 કરોડ રૂપિયાનું નુકસાન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.