માત્ર 80 કરોડમાં વેચાઈ એમ્બેસેડર કારની બ્રાન્ડ, જાણો કોણે ખરીદી
આ પ્લાન્ટ જાપાનની ટોયોટા કંપની બાદ એશિયાનો બીજો સૌથી જૂનો કાર બનાવતો પ્લાન્ટ હતો. બીજી બાજુ પૂજોનું પણ ભારતમાં વધારે કોઈ ઉપસ્થિતિ નથી. હાલમાં આ કંપની મિત્સુબિશી માટે દર વર્ષે 12,000 યૂનિટ પોતાના ચેન્નઈ પ્લાન્ટમાં બનાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App1980ના દાયકાના મધ્ય સુધી દર વર્ષે 24,000 એમ્બેસેડર કાર વેચાતી હતી તે 2013-14માં ઘટીને માત્ર 2500 યૂનિટ રહી ગઈ. ત્યાર બાદ 24 મે, 2014ના રોજ હિન્દુસ્તાન મોટર્સે તેનું ઉત્તરપરા પ્લાન્ટમાં ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો.
એમ્બેસેડર બ્રાન્ડ સાત દાયકા પહેલા ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી. ત્યારે હિન્દુસ્તાન મોટર્સે મોરિશસ ઓક્સફર્ડ સીરીઝ II (લેન્ડમાસ્ટર)માં કેટલાક ફેરફારની સાથે નવા વર્ઝનમાં રજૂ કરી હતી. ટૂંકમાં જ આ કાર ભારતની રાષ્ટ્રીય ઓળખ બની ગઈ અને 1980ના દાયકા સુધી મારુતિ આવી તે પહેલા તેનો ભારતીય કાર બજારમાં દબદબો હતો.
આ કરાર બાદ અમે કર્મચારીઓને બાકીની રકમ અને અન્ય દેવું ચૂકતે કરીશું. જોકે હાલમાં એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે પૂજો ભારતમાં પોતાની કાર માટે એમ્બેસેડર બ્રાન્ડનો ઉપયોગ કરશે કે નહીં. આ મામલે ફ્રેન્ચ કંપનીએ કોઈ જવાબ આપ્યો નથી.
સીકે બિરલા ગ્રુપના પ્રવક્તાએ જણાવ્યું કે, અમે પૂજો એસએ ગ્રુપની એમ્બેસેડર બ્રાન્ડ અને ટ્રેડમાર્ક વેચવા માટે સમજૂતી કરી છે. એમ્બેસેડર એક લોકપ્રિય બ્રાન્ડ છે અને અમે તેને વેચવા માટે યોગ્ય ખરીદદારની શોધમાં હતા. ફ્રેન્ચ કંપની એક યોગ્ય ખરીદદાર છે.
નવી દિલ્હીઃ એક દાયકા પહેલા ભારતના પ્રધાનમંત્રીથી લઈને સામાન્ય વ્યક્તિ સુધી જે કારમાં ફરતા હતા અથવા એમ કહો કે જે કારનો દબદબો તો તે એમ્બેસેડર બ્રાન્ડને ફ્રેન્ચ કાર કંપની પૂજો (Pegeot)એ ખરીદી લીધી છે. સીકે બિરલા ગ્રુપની માલિકી ધરાવતી હિન્દુસ્તાન મોટર્સે આ સોદો 80 કરોડ રૂપિયામાં કર્યો છે. ત્રણ વર્ષ પહેલા 2014માં એમ્બેસેડર કારનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -