આરકોમને 531 કરોડ રૂપિયાનું નુકસાન, કંપનીએ આ ત્રણ કારણોને ગણાવ્યા જવાબદાર
નિવેદનમાં કંપનીએ કહ્યું કે, આઈડિયાએ પ્રથમ વખત મોબાઈલ ડેટાના ગ્રાહકોમાં 55 લાખનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે અમારી પાસે મોબાઈલ ડેટાના કુલ ગ્રાહકોની સંખ્યા 4.86 કરોડ છે, જ્યારે ચાલુ નાણાંકીયના બીજા ક્વારટ્રમાં આ સંખ્યા 5.41 કરોડ હતી.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ભારતીય મોબાઈલ ઉદ્યોગે ઓક્ટોબરથી ડિસેમ્બર 2016ના ત્રીજા ક્વાર્ટરમાં એક અભૂતપૂર્વ પ્રતિસ્પર્ધા જોઈ છે, જેનું મુખ્ય કારણ આ ક્ષેત્રમાં આવેલ નવી કંપની દ્વારા પ્રમોશન માટે ફ્રી વોયસ અને ડેટા ઉપલબ્ધ કરાવવાનું રહ્યું છે. કંપનીએ કહ્યું કે, ફ્રી પ્રમોશનનો સૌથી વધારે અસર મોબાઈલ ડેટાના કારોબાર પર પડી છે.
ચાલું નાણાંકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં આઇડિયા સેલ્યુલરને 478.9 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કંપનીએ શનિવારે એક નિવેદનમાં આ જાણકારી આપી હતી.
આ ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 4922 કરોડ રૂપિયા રહી, જે ચાલુ નાણાંકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 5142 કરોડ રૂપિયા હતી. આરકોમે જણાવ્યું કે, ડેટાનો ઉપયોગ કરનારા ગ્રાહકોની કુલ સંખ્યા 3.2 કરોડ રહી, જેમાં 2.34 કરોડ 3જી અને 4જી ગ્રાહક ત્રીજા ક્વાર્ટરમાં જોડાયા. કંપનીએ કુલ ડેટા ટ્રાફિક 93.7 અબજ મેગાબાઈટ્સ રહ્યો, જે ક્વાર્ટરલી ધોરણે 10 ટકા ઓછો છે. કંપનીનું કહેવું છે કે, ટ્રાફિકમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ઝડપી પ્રતિસ્પર્ધાનું વધવું છે.
આરકોમે જણાવ્યું કે, ઉદ્યોગમાં પ્રતિસ્પર્ધામાં અભૂતપૂર્વ તીવ્રતા જોવા મળી છે. કંપની દ્વારા પોતાની નફાકાર સીડીએમ કારોબારને સંપૂર્ણ બંધ કર્યા બાદ જ આ પ્રતમ સંપૂર્ણ ક્વાર્ટર રહ્યું છે, અને આ દરમિયાન ઓપરેશન અને વ્યાજ ખર્ચમાં વધારો થયો છે. 800 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રના મૂડીરોકાણ માટે ઉદારીકરણ ફી તરીકે 278કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
નવી દિલ્હીઃ ચાલુ નાણાંકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ)ને 531 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કંપનીએ 11 ફેબ્રુઆરીએ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. કંપનીએ ત્રણ કારણોને નુકસાન માટે જવાબદાર ગણાવ્યા છે.