રિલાયન્સ જિયોએ એરટેલ પર લગાવ્યો ગંભીર આરોપ, દરરોજ લાંબા અંતરના 2.6 કરોડ કોલ ડ્રોપ થઈ રહ્યા છે
નવી દિલ્હીઃ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોએ મંગળવારે દાવો કર્યો કે એરટેલ દ્વારા પૂરાત પોઈન્ટ ઓફ ઇન્ટરકનેક્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી રહી. તેના કારણે તેને જિયોના ગ્રાહકો દ્વારા કરવામાં આવલા લાંબા અંતરના કોલમાં દરરોજ 2.6 કરોડ (53.4 ટકા) ડ્રોપ થઈ રહ્યા છે. કંપનીનું કહેવું છે કે, ટ્રાઈના નિયમો અનુસાર આ કોલ ડ્રોપ 0.5 ટકાથી વધારે ન હોવો જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ જિયોએ તેની સાથે જ પોઈન્ટ ઓફ કનેક્શન પીઓઆઈ અંગેના એરટેનલા દાવાને ભ્રમિક કરનારા ગણાવ્યા છે. કંપનીનું કહેવું છે કે, મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે, કોલ કનેક્ટિવિટીને લઈને રિલાયન્સ જિયો અને એરટેલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
રિલાયન્સ જિયોએ એક નિવેદનમાં કહ્યું કે, તેના ગ્રાહકોના રોજ 2.6 કરોડથી વધારે એટલે કે 53.4 ટકા એનએલડી કોલ ડ્રોપ થઈરહ્યા છે. જે નિયમનુસાર નક્કી મર્યાદથી વધારે છે. કંપનીએ પોતાના નિવેદનમાં એરટેલના નેટવર્ક પર થઈ રહેલા કોલ ડ્રોપ અને પીઓઆઈની વિગતો આપી છે.
જિયોના પ્રવક્તાએ પીઓઆઈ વિશે એરટેલના નિવેદનનું પણ ખંડન કર્યું છે અને દાવો કર્યો છે કે તે પોતાના પ્રતિસ્પર્ધી વિરોધી અને ઉપભોક્તા વિરોધી નિર્ણયથી ધ્યાન ભટકાવવા માટે આવા નિવેદનો આપી રહ્યા છે. આ પહેલા ભારતી એરટેલે દાવો કર્યો હતો કે, તેણે રિલાયન્સ જિયોના 19 કરોડ સુધીના ગ્રાહકોને સેવા આપવા માટે પૂરતા પીઓઆઈ ઉપલબ્ધ કરાવ્યા છે પરંતુ જિયો તેનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહી છે.
ભારતી એરટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જિયોએ ગ્રાહકોની સંખ્યામાં વૃદ્ધિનો જે અંદાજ આપ્યોછે તેનાથી વધારે પીઓઆઈ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ક્ષમતા જિયો નેટવર્ક પર 19 કરોડ ગ્રાહકોને સેવા આપવા માટે પૂરતી છે અને તે જિયોના હાલના 7.25 કરોડ ગ્રાહકોના દાવાથી બે ગણી વધારે પણ છે.
જિયોએ કહ્યું કે, એરટેલે તેને એક સર્કલની અંદર જ કોલ માટે જિયોને 31 જાન્યુઆરી સુધી કુલ 18557 પોઓઈઆઈ ઉપલબ્ધ કરાવ્યા હતા. જ્યારે જરૂરત 23502ની હતી. તેવી જ રીતે એનએલડી માટે 10043 નેટવર્કની જગ્યાએ માત્ર 4432 પીઓઆઈ ઉપલબ્ધ કરાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -