Reliance Jio યૂઝર્સને હવે મળસે 6-સીરીઝવાળો મોબાઈલ નંબર, અહેવાલમાં થયો ખુલાસો
રિલાયન્સ જિયોના અત્યાર સુધી 7 કરોડ સબ્સક્રાઈબર્સ થઈ ગયા છે અને કંપનીનો ટાર્ગેટ આવનારા દિવસોમાં 10 કરોડથી પણ વધારે યૂઝર્સને જોડવાનો છે. નવી 6-સીરીઝ મોબાઈલ નંબર આ ઝડપથી વધતા સબ્સક્રાઈબર બેસને અલગ રાખવા માટે લાવવામાં આવ્યો છે, હાલમાં મોબાઇલ નંબર 7 અને 8થી ચાલુ થાય છે અને 9 ટૂંકમાં જ સમાપ્ત થવા પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા અહેવાલ અનુસાર આ નવા પ્રયોગ બાદ કંપની એવા યૂઝર્સ કે જે જિયો સાથે જોડાવા માગે ચે તેને 6-સીરીઝનો મોબાઇલ નંબર ઉપલબ્ધ કરાવશે. ટેલીકોમ ઉદ્યોગના નોટીફિકેશન અનુસાર, રિલાયન્સ જિયોને રાજસ્થાન માટે 60010-60019 MSC કોડ, 60020-60029 MSC કોડ અસમ માટે અને 60030-60039 MSC કોડ તમિલનાડુ ટેલીકોમ સર્કલ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ Jio એક વખત ફરીથી ટેલીકોમ સેક્ટરમાં ધૂમ મચાવવામાં આવી રહી છે. કહેવાય છે કે, Jioએ નવા MSC કોડમાં પોતાના યૂઝર્સને 6-સીરીઝવાળા મોબાઈલ નંબર આપી રહી છે. આ નવી 6-સીરીઝ એમએસસી કોડ જિયોને ટેલીકોમ વિભાગ તરફતી રાજસ્થાન, અસમ અને તમિલનાડુ ટેલીકોમ ઝોન્સ માટે એલોટ કરવામાં આવ્યા છે. જોકે કંપનીએ હાલમાં આ મુદ્દે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -