Reliance Jioએ રજૂ કર્યા નવા પ્લાન, 399 રૂપિયામાં મળશે 84 જીબી 4જી ડેટા
રિલાયન્સ જિઓનો સૌથી સસ્તો પ્લાન 19 રૂપિયાનો છે. આ પ્લાનની વેલિડિટી 1 દિવસની છે. તેમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલની સાથે 200 એમબી ડેટા મળશે. તે ઉપરાંત 49 રૂપિયાના પેકમાં રીચાર્જ કરવા પર તમને 3 દિવસ સુધી તેનો ફાયદો મળી શકશે. અનિલિમિટેડ વોઇસ કોલ અને એસએમએસ ઉપરાંત 600 એમબી ડેટા પણ મળશે. આગળની સ્લાઈડ્સમાં જુઓ તમામ પ્લાનની વિગતો....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીએ 309 રૂપિયાનો ધન ધના ધન પ્લાન હજુ બંધ કર્યો નથી. આ ઓફરમાં ડેટા વેલિડિટીને વધારી દેવામાં આવી છે. આ ઓફરમાં ગ્રાહકને અનિલિમિટેડ કોલિંગ સહિત દરરોજ 1 જીબી ડેટા અને મેસેજની સુવિધા ફ્રીમાં મળે છે અને તેની વેલિડિટી 56 દિવસની છે. પહેલા આ સુવિધા માત્ર 28 દિવસો માટે મળી રહી હતી. તે ઉપરાંત કંપનીએ પોતાના લગભગ બધા પ્લાનને અપડેટ કર્યા છે.
રિલાયન્સ જિયોની વેબસાઇટ આપેલી માહિતી પ્રમાણે, આ પ્લાનમાં પ્રીપેડ કસ્ટમર્સને 399 રૂપિયામાં 84 દિવસની વેલિડિટી સાથે 84 જીબી ડેટા મળશે. એટલે કે દરરોજ ગ્રાહકને 1 જીબી ડેટા મળશે. આ સાથે અનલિમિટેડ કોલિંગ, ફ્રી રોમિંગ અને ફ્રી મેસેજની સુવિધા મળશે. તેની પહેલા એપ્રિલમાં લોન્ચ થયેલી ધન ધના ધન ઓફર પ્રમાણે પ્રાઇમ મેમ્બરશીપ કસ્ટમર્સને માત્ર 309 રૂપિયામાં 84 દિવસો માટે આ બધી સુવિધા મળી રહી હતી. તેના કરતા આ પેકેજ 90 રૂપિયા મોંઘુ છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓના યૂઝર્સ માટે ખુશખબર છે. જિઓએ પોતાના યૂઝર્સ માટે નવા પ્લાન લોન્ચ કર્યા છે. જિઓની જિઓ ધન ધના ધન ઓફર ખતમ થવા પર છે. ત્યારે જિઓએ આ પ્લાન પ્રીપેડ અને પોસ્ટપેડ બન્ને પ્રકારના યૂઝર્સ માટે રજૂ કર્યા છે. કંપનીએ નવા પ્લાનને જિઓ ધન ધના ધન ઓફરના નામથી જ રજૂ કર્યા છે. આ પ્લાનનું નામ જ જૂનું છે બાકી બધું બદલાઈ ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -