થોડા-થોડા મહિને ટેરિફ રેટ્સમાં વધારો કરશે રિલાયન્સ જિઓઃ ગોલ્ડમેન સાક્સ
અમેરિકન બ્રોકરેજ ફર્મ અનુસાર, ‘ભારતી એરટેલ પાસે માર્કેટ શેર વધારવાની તક છે.’ સુનીલ મિત્તલની કંપનીના શેર સોમવારે 10 વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયા હતા. ગોલ્ડમેન સાક્સનું કહેવું છે કે, ભારતના ઓપરેટિંગ માર્જિનમાં નાણાંકિય વર્ષ 2019માં 18 ટકાનો વધારો થઈ શકે છે. કંપનીએ હાલમાં જ ટાટા ટેલિ સર્વિસિઝના વાયરલેસ બિઝનેસને મફતમાં ખરીદવાનો સોદો કર્યો છે. બ્રોકરેજ ફર્મે કહ્યું કે, આમ તો કંપનીના વાયરલેસ બિઝનેસને કોઈ પડકારનો સામનો કરવો નહીં પડે પણ ભારતીના હોમ બ્રોડબેન્ડ અને એન્ટરપ્રાઈઝ બિઝનેસને પડકાર મળી શકે છે કારણ કે, જિયો આગામી થોડા વર્ષોમાં આ સેગમેન્ટમાં એન્ટ્રી કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિઓના સસ્તા ટેરિફની મજા હવે તમને વધારે દિવસો સુધી માણી નહીં શકો. દિવાળી પહેલા ટેરિફ પ્લાનમાં વધારો કરનાર જિઓ આગળ પણ આમ કરતું રહશે. રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ થોડા થોડા મહિને ટેરિફમાં વધારો કરતું રહેશે. જિઓ હવે પછી ટેરિફમાં વધારો જાન્યુઆરી 2018માં કરી શકે છે. આ અંદાજ બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સાક્સે લગાવ્યો છે.
અમેરિકાની બ્રોકરેજ ફર્મ એનાલિસ્ટે 24 ઓક્ટોબરના રિપોર્ટમાં લખ્યું કે, ‘અમને લાગે છે કે, જિયો થોડા મહિનાના અંતરે ટેરિફ વધારશે.’ જિયોએ તાજેતરમાં ટેરિફમાં 15-20 ટકાનો વધારો કર્યો હતો. આના લીધે લાંબા સમયથી ટેરિફ વૉર સામે ઝઝૂમી રહેલા ટેલિકૉમ સેક્ટરમાં સ્થિરતા આવે તેવા સંકેત છે. આનાથી સૌથી મોટો ફાયદો ટેલિકોમ કંપની એરટેલને થશે. ગોલ્ડમેન સાક્સનું માનવું છે કે, જિયોની 399 રૂપિયાવાળી ઑફરની વેલિડિટી પીરિયડ આગામી વર્ષે 49 દિવસથી ઘટીને 28 દિવસ થઈ શકે છે. આનાથી બીજી ટેલિકૉમ કંપનીઓને ટેરિફ વધારવાની તક મળશે, જેનાથી તેમના એવરેજ રેવેન્યૂ યૂઝર પર પોઝિટિવ અસર થશે.
જિયોની 399 રૂપિયાવાળી ઑફર ખૂબ પોપ્યુલર છે. આમાં પહેલા 84 દિવસની વેલિડિટી મળતી હતી. હવે આટલી વેલિડિટી માટે 459 રૂપિયા ચૂકવવા પડશે. બીજી બાજુ, જે લોકો 399 રૂપિયા જ ચૂકવવા માગે છે તેમના માટે વેલિડિટી પીરિયડ ઘટીને 70 દિવસનો થઈ ગયો છે. જિયોએ 19 ઑક્ટોબરથી આ ફેરફાર કર્યો છે. ગોલ્ડમેન સાક્સના એનાલિસ્ટનું કહેવું છે કે, મુકેશ અંબાણીની કંપનીના આ નિર્ણયને લીધે ઈન્ડસ્ટ્રીના એવરેજ રેવન્યૂ યૂઝરમાં આગામી ત્રણથી છ મહિનામાં વધારો થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -