મોદી સરકારનો નવો ફતવોઃ 50 હજાર રૂપિયાથી વધારેની ખરીદી પર ID પ્રૂફ આપવું પડશે, જાણો બીજું શું કરવું પડશે?
૧૦ લાખ રૂપિયાથી વધું નાણાની લેવડ દેવડ અને એટલા જ મૂલ્યની વિદેશી નાણા માટે પણ આ જ નિયમો લાગૂ પડશે. રિપોર્ટિંગ નિયમો અનુસાર પાંચ રૂપિયાથી વધુની વિદેશી મુદ્રાની સીમાપાર લેવડ દેવડ અને ૫૦ લાખ રૂપિયા અથવા તેનાથી વધુના મૂલ્યની અચળ સંપત્તિની ખરીદી પણ આ કેટેગરીમાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશેર બ્રોકર, ચિટ ફંડ કંપનીઓ, નોન બેંકિંગ એજન્સીઓ, હોમ લોન એજન્સીઓ વગેરે જેવી નાણાંકીય સંસ્થાઓને પણ રિપોર્ટિંગ એકમ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. રિપોર્ટિંગ યુનિટ્સને ખાતું ખોલાવનાર કોઈ પણ વ્યકિત અથવા ૫૦ હજાર રૂપિયાથી વધુની લેવડ દેવડ કરનારા લોકો પાસેથી બાયોમેટ્રિક આઈડેન્ટિટી નંબર આધાર અને અન્ય સત્તાવાર દસ્તાવેજો લેવા જરૂરી છે.
નવા નિયમો અંતર્ગત રિપોર્ટ કરનાર યુનિટને ગ્રાહકો દ્વારા આપવામાં આવેલા કાયદાકીય રીતે માન્ય દસ્તાવેજોને ઓરિજિનલ સાથે તેની કોપીને મેચ કરવાની રહેશે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એકટ (PMLA) દેશમાં મની લોન્ડ્રિંગ અને કાળાનાણાંના પર અંકુશ લગાવવા માટેનો મુખ્ય કાયદાકીય ઢાંચો છે. PMLA અને તેના નિયમો અંતર્ગત બેંકો, નાણાંકીય સંસ્થાનો અને બજાર એકમો માટે પોતાના ગ્રાહકની ઓળખાણની ચકાસણી કરવી, રેકોર્ડ રાખવો અને ભારતની નાણાંકીય જાસૂસી સંસ્થા (FIU IND)ને સૂચના આપવી જરૂરી છે.
નવી દિલ્હીઃ જો તમે કોઈ મોટી લેવડ દેવડ કરવા જઈ રહ્યા છો તમારા બેંક અને નાણાંકીય સંસ્થાને તમારું ઓરિજનલ આઈડી બતાવવું પડશે. માત્ર તેની કોપીથી કામ નહીં ચાલે. સરકારે જાહેર કર્યું છે કે અમુક સીમા કરતા વધારે નાણાની આપ-લે કરવા માટે વ્યકિતનાં મૂળ દસ્તાવેજોને તેની કોપી સાથે સરખાવવામાં આવશે. આવું કરવા પાછળ સરકારનો હેતુ એ છે કે નકલી અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને થતી નાણાકીય લેવડ દેવડ પર અંકુશ લાવવાનો છે. નાણા મંત્રાલય અંતર્ગત રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ગેઝેટ નોટિફિકેશન જાહેર કરીને કાળું નાણું અટકાવવા માટેનાં નિયમોમાં સંશોધન કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -