JIO ટક્કર આપવા વોડાફોને લોન્ચ કર્યો 999 રૂપિયામાં 4G સ્માર્ટફોન
કંપનીના કો-ફાઉન્ડર રાહુલ શર્માનું કહેવું છે કે ‘મોબાઇલ હેન્ડસેટની ઉપલબ્ધતા અને સસ્તા ડેટા પ્લાનના કારણે લોકોમાં વધુને વધુ સ્માર્ટફોન તરફનું આકર્ષણ વધશે જેના કારણે દેશમાં આ ક્ષેત્રમાં જે મોટો ગેપ છે તે દૂર થશે. અમે ઓછા ખર્ચામાં લોકને વધુ સારો એક્સ્પેરિઅન્સ આપવા માગીએ છીએ. અત્યાર સુધીમાં અમે 20 લાખ હેન્ડસેટનું વેચાણ કર્યું છે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપની ભારત સીરિઝના ફોન દ્વારા સ્માર્ટફોન યુઝર્સની ફર્સ્ટ જનરેશનને ટાર્ગેટ કરવા માગે છે. વોડાફોન સાથેની માઇક્રોમેક્સની પાર્ટનરશીપ દ્વારા કંપનીના ફીચર ફોનના જે જૂના કસ્ટમર છે તેઓ પણ પોતાને સ્માર્ટફોનમાં અપગ્રેડ કરી શકશે.
ભારત-2 અલ્ટ્રા ફોન લેનાર વ્યક્તિ પ્રથમ 18 મહિના બાદ પોતાના વોડાફોન m-Paisa વોલેટમાં ₹900 કેશબેક તરીકે મેળવશે. ત્યારબાદ બીજા 18 મહિના પછી આ જ રીતે ₹1000 કેશબેક તરીકે મેળવશે. જેથી આ રીતે 3 વર્ષ બાદ ફોનની ઇફેક્ટિવ કિંમત ₹999 જ રહી જશે. જ્યારે આ વર્ષ દરમિયાન ફોનમાં યુઝર્સે ₹5400 રુપિયાનું કૂલ રીચાર્જ કરાવ્યું હશે.
આ ફોન લેવા માટે 2899 રૂપિયા આપવા પડશે. બાદમાં કંપની આ સ્માર્ટપોન પર 1900 રૂપિયાનું કેશબેક આપશે. એટલે કે ફોનની ઇફેક્ટિવ કિંમત 999 રૂપિયા થઈ જશે. જે બાદ ગ્રાહકે આગામી 36 મહિના સુધી ફોનમાં સાથે આવેલ વોડાફોન સીમ પર પ્રત્યેક મહિને ₹150નું રીચાર્જ કરાવવું પડશે. જે ફોનની કિંમત ₹2899 ઉપરાંતનો ખર્ચો છે. આ રીતે ગ્રાહકે 3 વર્ષ દરમિયાન રીચાર્જ પેટે ₹5,400 ખર્ચવા પડશે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓને ટક્કર આપવા માટે હવે વોડાફોન પણ મેદાનમાં આવી ગયું છે. વોડાફોને પણ જિઓના 4જી ફીચર ફોનને ટક્કર આપવા માટે સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તે પણ માત્ર 999 રૂપિયામાં વોડાફોને આ સ્માર્ટફોન માઈક્રોમેક્સની સાથે મળીને લોન્ચ કર્યો છે. આ Micromax Bharat 2 Ultra સ્માર્ટફોન છે. વોડાફોને તેની ઇફેક્ટીવ કિંમત 999 રૂપિયા રાખી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -