વધુ ધડાકો કરવાની તૈયારીમાં Jio, જાણો આ વખતે શું લાવશે કંપની
ઉલ્લેખનીય છે કે, Jio દેશભરમાં પોતાની સિસ્ટર કંપની રિલાયન્સ રિટેલના માધ્યમથી વાઈફાઈ ડોંગલ્સ, લાઈફ સ્માર્ટફોન અને 4G ફીચર ફોન વેચે છે. કાઉન્ટરપોઈન્ટના ડેટા અનુસાર, ભારતમાં લગભગ પચાસ લાખ લેપટોપ દર વર્ષે વેચવામાં આવે છે. તેમાંથી મોટાભાગના લેટોપને હોમ અથવા પબ્લિક વાઈ-ફાઈની મદદથી કનેક્ટ કરવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્વૉલકોમ ટેક્નોલોજીઝના પ્રોડક્ટ મેનેજમેન્ટ, સીનિયર ડિરેક્ટર Miguel Nunesએ ઈકોનોમિક ટાઈમ્સને જણાવ્યું કે, અમે જિયો સાથે વાતચીત કરી રહ્યા છીએ. તે અમારી પાસેથી ડિવાઈસ લઈને તેને ડેટા અને કન્ટેન્ટ સાથે બંડલ કરી શકે છે. આ સિવાય ચિપ મેન્યુફેક્ચરર Internet of Things બ્રાન્ડ સ્માર્ટ્રોન સાથે સેલ્યુલર કનેક્ટિવિટી વાળા સ્નેપડ્રેગન 835 વાળા લેપટોપ લાવવા પર પણ વાત કરી રહી છે. સ્માટ્રોને પણ આ વાતની પૃષ્ટિ કરી છે.
રિલાયન્સ જિઓ તરફથી આ મુદ્દે હજુ સુધી કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ ક્વાલ્કોમના એક અધિકારીએ કહ્યું છે કે, તે જિઓની સાથે વાતચીત કરી રહ્યા છે. ક્વૉલકોમ પહેલાથી 4G ફીચર ફોન માટે Jio અને રિલાયન્સ રિટેલ સાથે કામ કરી રહી છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, રિલાયન્સ જિઓ સિમવાળા લેપટોપ લાવવા માટે અમેરિકન પ્રોસેસર કંપની ક્વાલ્કોમ સાથે વાતચીત કરી રહી છે. તેમાં Windows 10 હશે અને યૂઝર્સ તેમાં જિઓનું સિમ લગાવી શકશે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ પહેલા સિમ બાદમાં જિઓ ફોન લોન્ચ કરીને ટેલીકોમ ઉદ્યોગમાં ધૂમ મચાવી હતી. 4જી સર્વિસ અને મોબાઈન ફોન બાદ શું કંપની લેપટોપ લાવવાની તૈયારીમાં છે? અહેવાલ અનુસાર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિઓ સેલ્યૂલર કનેક્શનવાળું લેપટેપ લાવવાની તૈયારીમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -