4G બાદ Reliance Jio શરૂ કરી શકે છે બ્રોડબેન્ડ સર્વિસ, વેબસાઈટ પર જોવા મળી ઝલક
વિતેલા વર્ષે મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ઘર માટે રિલાયન્સ જિઓ બ્રોડબેન્ડ ફાઈબર ટૂ ધ હોમનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. જ્યારે, તે સમયે મુંબઈ અને પૂણેમાં ટેસ્ટિંગ પણ થઈ હતી. પરંતુ કંપનીએ આ સંબંધમાં શું પ્લાન છે, તેના પર જિઓની પ્રતિક્રિયાની રાહ જોવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે કંપનીએ આ અંગે કોઈ સત્તાવાર રીતે ખુલાસો કર્યો નથી. પરંતુ હોમ બ્રોડબેન્ડને જોતા એવું કહેવાય છે કે, ટૂંકમાં જ કંપની આ ક્ષેત્રમાં ઝંપલાવશે. જોકે વિતેલા કેટલાક મહિનાથી અનેક ઓનલાઈન ટેક મેગેઝીનમાં રિલાયન્સ જિઓની નવી પ્રોડક્ટને લઈને સમાચાર આવતા રહ્યા હતા. હોમ બ્રોડબેન્ડની સાથે જ લોકો જિઓની ડીટૂએચ સર્વિસની પણ રાહ જોઈ રહ્યા છે. પરંતુ કંપની તરફતી કોઈપણ નવી પ્રોડક્ટને લઈને સત્તાવાર રીતે ખુલાસો કરવામાં આવ્યો નથી.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ (Reliance Jio)ની સમર સરપ્રાઈઝ ઓફર ખત્મ થવાથી જે લોકો નિરાશ થયા છે તેમના માટે ખાસ સમાચાર છે. કંપની ટૂંકમાં જ પોતાની બ્રોડબેન્ડ સેવાની શરૂઆત કરી શકે છે. કંપનીએ પોતાની સત્તાવાર વેબસાઈટ જિઓ ડોટ કોમ પર અન્ય પ્રોડક્ટ જેમ કે વાઈફાઈ હોટસ્ટોપ, જિઓ લિંક, જિઓ એપ્સની સાથે જ હોમ બ્રોડબેન્ડને પણ ડિસ્પ્લે કરી છે.
કંપનીએ વેબસાઈટ જિઓ ડોટ કોમના ક્વિક રિચાર્જ સેક્શનમાં આવેલ પ્રોડક્ટ મોબાઈલ અને જિઓફાઈ ઉપરાંત અનેક નવી પ્રોડક્ટ જોવા મળી છે. તેમાં વાઈફાઈ હોટસ્ટોપ, હોમ બ્રોડબેન્ડ, જિઓ લિંક અને જિઓ એપ્સની રિચાર્જ લિંક પણ આપવામાં આવી છે. અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે જિઓ લિંક કઈ સર્વિસ છે, અને ક્યારે લોન્ચ થશે. કહેવાય છે કે, આ કંપનીની ડીટીએચ સર્વિસ હોઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -