Reliance Jioની ફ્રી સેવા 31 માર્ચ પછી પણ ક્યાં સુધી મળશે? ટૂંક સમયમાં થશે જાહેરાત, ગ્રાહકોની સંખ્યા 7.2 કરોડ થઈ

કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, જિયોથી એરટેલ નેટવર્ક પર કરવામાં આવત ફોન કોલ્સમાં કોલ ડ્રોપનો દર 175 કોલ પ્રતિ હજાર છે. નિયમ પ્રમાણે દર હજાર કોલમાંથી 5થી વધારે કોલ ડ્રોપ ન થવા જોઈએ. મીડીયા અહેવાલ અનુસાર ટૂંકમાં જ જિયો બજારમાં સસ્તા ફોન ઉપલબ્ધ કરાવશે. કંપની 4G-VoLTE ટેક્નોલોજી પર આધારિત ફીચર ફોન રજૂ કરી શકે છે જેની કિંમત 1500 રૂપિયાથી ઓછી હશે.
જે રીતે ટેલીકોમ કંપનીઓ વચ્ચે પ્રાઈસ વોર છેડાયુ છે તે જોતા જીયો પોતાનો દબદબો વધારવા અને જાળવી રાખવા માટે ફ્રી સેવાને કેટલાક મહિનાઓ માટે આગળ વધારી શકે છે.
૩૧ ડિસેમ્બરના રોજ વેલકમ ઓફર સમાપ્ત થયા બાદ જીયોના ગ્રાહક હેપી ન્યુયર ઓફરનો ફાયદો લઇ રહ્યા છે. આ ઓફર હેઠળ યુઝર્સ રોજ વધુ ઝડપમાં ૧ જીબી ડેટાનો ઉપયોગ વિનામૂલ્યે કરી રહ્યા છે.
મુકેશ અંબાણીએ સપ્ટેમ્બર ર૦૧૬માં પોતાની ૪જી સેવા શરૂ કરી હતી. સપ્ટેમ્બરમાં રિલાયન્સ જીયો નામથી મફત ૪જીબી ડેટા સાથે સીમ રજુ કર્યુ હતુ. પહેલા ફ્રી કોલીંગ અને ફ્રી અનલીમીટેડ મોબાઇલ ડેટાની ઓફર ડિસેમ્બરના અંત સુધી અને પછી વધારીને ૩૧ માર્ચ સુધી કરી હતી.
આમ તો કંપનીએ પહેલા જ પ્રિ-પેઇડ અને પોસ્ટ પેઇડ પ્લાનનો ખુલાસો કર્યો છે. અત્યારે કંપનીની ડેટા અને વોઇસ કોલ સહિત બધી સેવાઓ માર્ચ ર૦૧૭ સુધી મફત છે.
જોકે ચર્ચા એવી છે કે, કંપની જેવા રૂપિયા લેવાનું શરૂ કરશે કે તરત જ ગ્રાહકોની સંખ્યા ઘટતી જશે પરંતુ એવી શક્યતા દર્શાવામાં આવી રહી છે કે, કંપની મફત સેવાઓ ૩૧ માર્ચથી પણ આગળ વધારી શકે છે.
નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની નવી ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યા અધધધ 7.24 કરોડનો આંકટો વટાવી ગઈ છે. ગયા મહિને એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે માર્ચના અંત સુધીમાં કંપની પાસે ૧૦ કરોડ ગ્રાહકો થઈ જશે.