ભારતના 1% અમીરો પાસે છે દેશની 58% સંપત્તિ, 57 અબજોપતિઓની પાસે 70% જનસંખ્યા જેટલું ધન
વિશ્વની સંપત્તિમાં આ આઠના ઠાઠઃ બિલ ગેટ્સ-માઈક્રોસોફ્ટ, એમેન્સિયો ઓર્ટેગા-ઈન્ડિટેક્સ, વોરેન બફેટ-બર્કશાયર હાથવે (ઈન્વેસ્ટર), કાર્લોસ સ્લિમ-મેક્સિકોના બિઝનેસમેન (ગ્રુપો કાર્સો), જેફ બેઝોસ-એમેઝોન, માર્ક ઝુકરબર્ગ-ફેસબુક, લેરી એલિસન-ઓરેકલ, માઈકલ બ્લૂમબર્ગ-ન્યૂયોર્કના ભૂતપૂર્વ મેયર.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ મુજબ વિશ્વના સૌથી ધનવાન આઠ વ્યક્તિ પાસે એટલી સંપત્તિ છે જેટલી વિશ્વની ૫૦ ટકા વસતી પાસે છે. આ સૌથી ધનવાન આઠ ઉદ્યોગપતિઓમાં અમેરિકાના છ, સ્પેન અને મેક્સિકોના એક-એક ઉદ્યોગપતિ છે. આ ઉદ્યોગપતિઓ પાસે જેટલી સંપત્તિ છે તેટલી સંપત્તિ વિશ્વના સૌથી ગરીબ ૩.૬ અબજ લોકો પાસે હાલમાં રહેલી સંપત્તિ જેટલી છે. ફોર્બ્સની યાદીમાં આ આઠ ઉદ્યોગપતિઓ છે. તેમાં માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ, ફેસબુકના માર્ક ઝુકરબર્ગ અને એમેઝોનના જેફ બેઝોસ છે.
ઓક્સફામના રિપોર્ટ મુજબ આ ઉદ્યોગપતિઓ પાસે જેટલી સંપત્તિ છે તેટલી સંપત્તિ વિશ્વના સૌથી ગરીબ ૩.૬ અબજ લોકો પાસે હાલમાં રહેલી સંપત્તિ જેટલી છે. ફોર્બ્સ મેગેઝિનની સૌથી ધનવાનોની યાદીમાં આ આઠ ઉદ્યોગપતિઓ છે. તેમાં માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, ફેસબુકના સહસ્થાપક માર્ક ઝુકરબર્ગ અને એમેઝોનના જેફ બેઝોસનો સમાવેશ છે.
દેશની કુલ સંપત્તિ ૩.૧ લાખ કરોડ ડોલર છે. વિશ્વની કુલ સંપત્તિ ૨૫૫.૭ લાખ કરોડ ડોલર છે. આગામી ૨૦ વર્ષમાં ૫૦૦ લોકો તેમના વારસામાં ૨.૧ લાખ કરોડ ડોલરની સંપત્તિ તેમના સંતાનોને આપશે, જે ભારતના જીડીપી કરતાં પણ વધારે છે.
ઓક્સફામના રિપોર્ટ મુજબ ભારતમાં ૮૪ અબજોપતિ છે, જેમની સંપત્તિ ૨૪૮ અબજ ડોલર છે. મુકેશ અંબાણી 1૯.૩ અબજ ડોલરની સંપત્તિ સાથે ટોચના ક્રમે છે. બીજા ક્રમે દિલીપ સંઘવી (૧૬.૭ અબજ ડોલર), ત્રીજા ક્રમે અઝીમ પ્રેમજી(૧૫ અબજ ડોલર) છે.
દાવોસઃ ભારતની કુલ 58 ટકા સંપત્તિ પર દેશના માત્ર એક ટકા અમીરોનો કબ્જો છે. જે દેશમાં વધતી આવકની અસમાનતા તરફ ઇશારો કરે છે. વિશ્વમાં ટોચના એક ટકા અમીરો પાસે સરેરાશ 50 ટકા સંપત્તિ છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થા ઓક્સફેમ અહેવાલ અનુસાર ભારતના 57 અબજોપતિઓની પાસે 216 અબજ ડોલર (અંદાજે 14.72 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ છે જે દેશની સૌથી ઓછી આવક ધરાવતા 70 ટકા જનસંખઅયાની કુલ સંપત્તિ બરાબર છે. એ જ રીતે વિશ્વના સૌથી ધનવાન આઠ વ્યક્તિ પાસે એટલી સંપત્તિ છે જેટલી વિશ્વની ૫૦ ટકા વસતી પાસે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -