BitCoin બાદ હવે JioCoinની તૈયારી, આ છે રિલાયન્સની યોજના
કહેવાય છે કે રિલાયન્સ જિઓએ આ નિર્ણય વિશ્વભરમાં ક્રિપ્ટ કરન્સીના વધતા ચલણને ધ્યાનમાં રાખીને લીધો છે. મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીના નેતૃત્વમાં બનનારી ટીમ ક્રિપ્ટોકરન્સી માટે જરૂરી બ્લોકચેનનું નિર્માણ કરશે અને તેની ટેક્નીકલી મુદ્દાઓ પર નજર રાખશે. આ સપ્લાઈ ચેનમાં સામેલ થનારા જિઓકોઈનના માધ્યમથી ખરીદ-વેચાણ કરી શકશે.
લાઈવ મિન્ટમાં પ્રકાશિત અહેવાલ અનુસાર આકાશ અંબાણીની આગેવાનીમાં 50 પ્રોફેશનલોની ટીમ બનાવવામાં આવી રહી છે. આ ટીમની સરેરાશ ઉંમર 25 વર્ષ હશે. જોકે આ કંપની તરફથી આ મુદ્દે કંઈપણ કહેવામાં આવ્યું નથી.
જોકે હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવ્યા બાદ રિલાયન્સ જિઓ પોતાની ક્રિપ્ટોકરન્સી લાવવાની યોજના બનાવી રહ્યું છે. આ ક્રિપ્ટોકરન્સીનું નામ જિઓ કોઈન (JioCoin) રાખવામાં આવશે. અહેવાલ એ પણ છે કે આ મહત્ત્વના પ્રોજેક્ટનું નેતૃત્વ મુકેશ અંબાણી નહીં પરંતુ તેના દીકાર આકાશ અંબાણી કરશે.
નવી દિલ્હીઃ તમે ક્રિપ્ટોકરન્સી બિટકોઈન વિશે તો તમે સાંભળ્યું હશે. જોકે આ બન્ને વર્ચ્યૂઅલ કરન્સી છે. જેમાં હાલમાં જ રોકાણકારોને જોરદાર વળતર આપ્યું હતું. જોકે બીટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીને લઈને આરબીઆઈ તરફતી ચેતવણી જારી કરવામાં આવી છે.