ફ્રાંસની કંપનીએ પતંજલિમાં હિસ્સો ખરીદવા દર્શાવ્યો રસ, 3250 કરોડ રૂપિયાનું રોકાણ કરવા આતુર
પતંજલિ છેલ્લા થોડા વર્ષોમાં દેશની મોટી એફએમસીજી કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે. તેણે હિન્દુસ્તાન યુનિલીવર, કોલગેટ પામોલિવ અને ડાબર જેવી ગ્લોબલ અને લોકલ કંપનીઓને તેમના આયુર્વેદિક પ્રોડક્ટ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરવા મજબૂર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફ્રાંસની કંપનીએ કહ્યું કે, પતંજલિ ગ્લોબલ કંપની બની શકે છે. તે તેની પ્રોડક્ટ અમેરિકા, જાપાન, ચીન, દક્ષિણ કોરિયા અને યુરોપમાં પણ વેચી શકે છે અને એલ કૈટર્ટન તેમાં મદદ કરશે., અમે પતંજલિને ભારતની બહાર બ્રાન્ડ ક્રિએટ કરવામાં મદદ કરવા ઈચ્છીએ છીએ.
પતંજલિના પ્રવક્તા એસકે ગુપ્તાએ ગુરુવારે આ અંગે ટ્વિટર પર માહિતી આપી જણાવ્યું કે, સીઈઓ આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું છે કે અમે કંપનીમાં હિસ્સો વેચવા નથી માંગતા. વિશ્વ એકબીજાની મદદ કરવાથી ચાલે છે. અમે અમારી શરતો પર કોઈની મદદ લેવા તૈયાર છીએ. અમે ઇક્વિટી કે શેર વેચીને પૈસા નહીં લઈએ પરંતુ જ્યારે દેશની પ્રગતિ માટે વિદેશી ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે જો વિદેશથી રૂપિયા આવતા હોય તો અમે અમારી શરતો પર તેને સ્વીકારવા તૈયાર છીએ.
નવી દિલ્હીઃ ફ્રાંસના લકઝરી ગ્રુપ LVMH મોએટ હેનેસે દ્વારા બાબા રામદેવની પતંજલિ આયુર્વેદમાં હિસ્સો લેવામાં રસ દાખવ્યો છે. LVMHના હિસ્સાવાળી એલ કૈટર્ટન પ્રાઇવેટ ઈક્વિટી ફંડ તેના એશિયા ફંડમાંથી બચેલી રકમના અડધા 3250 કરોડ રૂપિયા (500 મિલિયન અમેરિકન ડોલર)માં પતંજલિમાં હિસ્સો ખરીદવા તૈયાર છે.
ટ્વિટ સાથે અટેચ કરવામાં આવેલા ન્યૂઝ ક્લિપિંગમાં બાલકૃષ્ણનો ક્વોટ ટાંકવામાં આવ્યો છે. જેમાં તેઓ નાગપુર, ગ્રેટર નોયડા, આસામ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, હરિયાણા અને રાજસ્થાનમાં હર્બલ પાક સ્થાપવા માટે 5000 કરોડ રૂપિયાની જરૂર હોવાનું કહી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -