1 વર્ષ સુધી Jio પ્રાઈમ મેમ્બરશિપ મફત લેવા માટે શું છે પ્રોસેસ, જાણો વિગતે
1 એપ્રિલ 2018થી જિઓના નવા ગ્રાહકોએ પ્રાઈમ મેમ્બરશિપ માટે 99 રૂપિયા આપવા પડશે.
જો તમે જિઓના પ્રાઈમ મેમ્બર છો અને હજુ સુધી તમે My jio app ડાઉનલોડ નથી કરી તો તરત જ ડાઉનલોડ કરી લો. જિઓ એપર ખોલતા જ સૌથી ઉપર એક ઓપ્શન દેખાશે. આ ઓપ્શન પર જઈને સિલેક્ટર કરીને જણાવો કે તમે આગામી 12 મહિના સુધી આ સુવિધા લેવા માગો છો.
જોકે નવા જિઓ ગ્રાહકોએ જિઓ પ્રાઈમ મેમ્બરશિપ માટે વાર્ષિક 99 રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
રિલાયન્સ જિઓએ પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપતા જિઓ પ્રાઈમ મેમ્બરશિપને એક વર્ષ માટે વધારી દીધી છે. 31 માર્ચ 2018 સુધી જેણે પણ જિઓ પ્રાઈમ મેમ્બરશિપ લીધી હશે તેને આગામી એક વર્ષ સુધી કોઈપણ વધારાના રૂપિયા ચૂકવ્યા વગર પ્રાઈમ મેમ્બરશિપનો લાભ મળશે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ યૂઝર્સ માટે સૌથી મોટો સવાલ એ હતો કે 31 માર્ચ પછી પ્રાઈમ મેમ્બરશિપ ખત્મ થયા બાદ શું થશે? રિલાયન્સ જિઓએ તેનો જવાબ ભેટ રૂપે આપ્યો છે.
જો તમે 12 મહિના માટે ફ્રી મેમ્બરશિપ લેગા માગો છો તો તરત જ My jio appમાં જઈને તમારી પસંદ જણાવી દો. આ ઓફર લિમિટેડ સમય માટે જ છે. જોકે આ ઓફર ક્યાં સુધી ચાલુ રહેશે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.