31 માર્ચે ખતમ થઈ રહી છે જિઓ પ્રાઇમની મેમ્બરશિપ, જાણો તે પછી શું થશે તમારા નંબરનું
મુંબઈઃ ગત વર્ષે રિલાયન્સ જિઓએ ભારતીય માર્કેટમાં પ્રવેશ કર્યા બાદ ટેલીકોમ સેકટર્સમાં ડેટા વોર શરૂ થયું હતું. લોન્ચ થયા બાદ આશરે 6 મહિના સુધી યુઝર્સને ફ્રીમાં ડેટાની સુવિધા આપ્યા બાદ જિયોએ 1 એપ્રિલ 2017ના રોજ પ્રાઇમ મેમ્બરશિપની શરૂઆત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા સમય અગાઉ એમ પણ કહેવાતું હતું કે, જિઓ તેના યુઝર્સને સસ્તો ડેટા અને કોલિંગ સુવિધા આપવા માટે નવો પ્લાન પણ લોન્ચ કરી શકે છે. પરંતુ હજુ સુધી તેની કોઇ જાહેરાત નથી થઇ તેથી યુઝર્સે કંપનીના નિવેદનની રાહ જોવી પડશે.
કંપની પ્રાઇમ મેમ્બરશિપની સમય મર્યાદા વધારી શકે છે અથવા ફરીવાર પ્રાઇમ મેમ્બરશિપ શરૂ કરી શકે છે. જોકે કંપની દ્વારા આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. રિપોર્ટ્સ પ્રમાણે 99 રૂપિયા આપીને પ્રાઇમ મેમ્બરશિપ લઇ શકાશે અથવા જિઓ પ્રાઇમ મેમ્બરશિપને સંપૂર્ણ ફ્રી કરી દેશે.
આગામી બે-ત્રણ દિવસમાં રિલાયન્સ જિઓ દ્વારા આ મામલે જાહેરાત કરવામાં આવી શકે છે.
જિઓ દ્વારા આ અંગે કોઇ નવી જાહેરાત કરવામાં આવે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે. પ્રાઇમ મેમ્બરશિપ લેનારા જિયો યુઝર્સને સમયાંતરે અનેક ફાયદા મળતા હતા. નોન પ્રાઇમ યુઝર્સના બદલે પ્રાઇમ મેમ્બરશિપ લેનારા જિઓ યુઝર્સ એક વર્ષ સુધી ઘણા ફાયદામાં રહ્યા હતા.
બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીની કંપનીએ જિઓએ 99 રૂપિયામાં એક વર્ષ માટે તેના યૂઝર્સને પ્રાઇમ મેમ્બરશિપ આપી હતી. જેની મુદત 31 માર્ચના રોજ પૂરી થઇ રહી છે. જેમ જેમ આ તારીખ નજીક આવી રહી છે તેમ લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે 31 માર્ચ બાદ શું થશે ?
- - - - - - - - - Advertisement - - - - - - - - -