આ ટેલિકોમ કંપનીઓના ગ્રાહકો માટે ફ્રી છે રોમિંગ સેવા, જાણો...
સરકારી ટેલિકોમ કંપની બીએસએનલે 15 જૂન 2015થી જ પોતાના ગ્રાહકો પાસેથી રોમિંગ ચાર્જ લેવાનું બંધ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટેલિકોમ કંપની વોડાફોને વિતેલા વર્ષે દિવાળી બાદ એટલે કે 21 ઓક્ટોબરો દેશમાં પોતાના તમામ ગ્રાહકો માટે રોમિંગ સેવા પ્રી કરી દીધી હતી.
રિલાયન્સ જિયોએ પોતાના લોન્ચના સમયે જ એ વાતની જાહેરાત કરી હતી કે તેના ગ્રાહકોને દેશભરમાં રોમિંગ માટે કોઈપણ ચાર્જ નહીં ચૂકવવો પડે. તમને જણાવીએ કે, હાલમાં જ જિયોએ ખૂબ જ ઓછા સમયમાં 10 કરોડ ગ્રાહકો જોડનારી ટેલિકોમ કંપની બની ગઈ છે.
દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલે સોમવારે જાહેરાત કરી કે તે 1લી એપ્રિલથી તેના 27 કરોડ ગ્રાહકોને દેશભરમાં કોઈપણ જગ્યાએથી કોલ કરવા પર રોમિંગ ચાર્જ નહીં ચૂકવવો પડે. સાથે જ એરટેલે જાહેરાત કરી કે તેના ગ્રાહકો માટે રોમિંગમાં કોઈપણ જગ્યાએથી ડેટાનો ઉપયોગ કરવા પર પણ કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં આપવો પડે. તમને જણાવીએ કે એરટેલ રોમિંગ ફ્રી કરનારી ભારતની પ્રથમ કંપની નથી. આગળની સ્લાઈડ્સમાં વાંચો...અન્ય કઈ કઈ ટેલિકોમ કંપની ગ્રાહકોને રોમિંગ માટે કોઈ ચાર્જ નથી વસુલતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -